Latest News

ધોનીને ટ્રેક્ટર ચલાવતા જોઇ આનંદ મહિન્દ્રાએ આપ્યુ રિએક્શન

કોરોના વાયરસને કારણે ક્રિકેટ બંધ છે. આઇપીએલ 2020ને અનિશ્ચિતાકળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ વર્ષે ઓક્ટોબરમાં રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડકપ પર પણ ખતરાના વાદળ મંડરાઇ રહ્યા છે. લોકડાઉન દરમિયાન તમામ ક્રિકેટર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે સાથે જ વર્કઆઉટ પર પણ ધ્યાન આપી રહ્યા છે. ધોની રાંચીમાં પોતાના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે તેણે પોતાના ફાર્મ હાઉસમાં ખેતી માટે એક ટ્રેક્ટર ખરીદ્યુ છે. ધોનીના ટ્રેક્ટર ખરીદવા પર આનંદ મહિન્દ્રાએ પોતાનું રિએક્શન આપતા એક સાચો નિર્ણય કરનાર ગણાવ્યો છે.

ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોની એક ટ્રેક્ટર ચલાવતો નજરે પડે છએ. ધોનીએ આ ટ્રેક્ટર ખરીદ્યુ છે અને તેની પાછળ એક ખાસ કારણ પણ છે. ધોનીએ ઓર્ગેનિક ફાર્મિંગ માટે આ ટ્રેક્ટર ખરીદ્યુ છે.

ધોનીએ મહિન્દ્રા સ્વરાજ 963 એફઇ ટ્રેક્ટર ખરીદ્યુ છે. ટ્રેક્ટર લાલ રંગનો છે. ધોનીના આ ટ્રેક્ટર ખરીદવા પર કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ પોતાનું રિએક્શન આપ્યુ છે. આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરતા લખ્યુ- હું હંમેશાથી વિચારતો હતો કે તે યોગ્ય નિર્ણયની સમજ સાથે એક સારા ડિસીઝન મેકર (સારો નિર્ણય લેનાર) છે.

ચેન્નાઇ સુપરકિંગ્સે ધોનીનો આ ટ્રેક્ટર સાથે એક વીડિયો શેર કર્યો હતો. ધોનીના કાર અને બાઇક્સ કલેક્શનમાં આ ટ્રેક્ટર પણ જોડાઇ ગયુ છે.

મહત્વપૂર્ણ છે કે આ ટ્રેક્ટરની કિંમત 7.90 લાખથી 8.40 લાખ વચ્ચે છે. કોવિડ-19 મહામારીને કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં લોકડાઉન છે. આ વચ્ચે ક્રિકેટર્સ પણ પોતાના પરિવાર સાથે ઘરમાં જ છે. વિશ્વના તમામ દિગ્ગજ ક્રિકેટર આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે અને અવાર નવાર લાઇવ ઇંસ્ટાગ્રામ ચેટ પર જોવા મળે છે.

મહેન્દ્રસિંહ ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. જ્યારે 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે. ધોનીએ વન ડેમાં 10 સદી ફટકારી છે. જ્યારે 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે. ધોનીનો વન ડેમાં હાઇસ્કોર 183 રન છે. મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે અંતિમ સેમિ ફાઇનલ મેચ રમી હતી.

To Top
Translate »