Latest News

મહેદવિયા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મિલન ઇલેવનનો 9 વિકેટે વિજય

મહેદવિયા સમાજ દ્વારા પાલનપુર સહિતના આજુબાજુના 42 ગામમાં છેલ્લા સાત-આઠ વર્ષથી ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.આ ટૂર્નામેન્ટમાં ચિત્રાસણીની મિલન ઇલેવનનો ચિત્રાસણીની જ એક ટીમ સામે 9 વિકેટે ભવ્ય વિજય થયો હતો.Cricklove.comની જર્સીમાં મેદાનમાં ઉતરેલી મિલન ઇલેવન તરફથી મોહસીને ઓલ રાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું.

ચિત્રાસણી તરફથી આબીદભાઇએ સૌથી વધુ 21 રન બનાવ્યા હતા.જ્યારે જુનૈદ અને મુખ્તારે પણ ટીમને સંભાળી ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. આ સિવાય કોઇ ખેલાડી બે અંક સુધી પણ પહોચી શક્યુ નહતું.આ ટીમ 84 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

મિલન ઇલેવન તરફથી મોહસીને ઓલ રાઉન્ડર પ્રદર્શન કર્યુ હતું. મોહસીને 3 વિકેટ ઝડપવાની સાથે 38 રનની ઇનિંગ્સ પણ રમી હતી. મિલન ઇલેવન તરફથી બેટિંગ કરવા ઉતરેલા મોહસીન અને અબરારે ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. મોહસીને 5 સિક્સર અને 2 ફોરની મદદથી 38 રન જ્યારે અબરારે 35 રન બનાવ્યા હતા.જ્યારે તન્ઝીલ 4 રને અણનમ રહ્યો હતો.

Cricklove પ્રથમ વખત સ્પોર્ટ્સ ઇવેન્ટમાં લીધો ભાગ

ગુજરાતની લિડિંગ સ્પોર્ટ્સ ન્યૂઝ વેબસાઇટ Cricklove.comએ પ્રથમ વખત કોઇ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. Cricklove.com ગુજરાતી અને હિન્દીમાં ચાલતી સ્પોર્ટ્સની વેબસાઇટ છે.Cricklove આગળ પણ આવી ઇવેન્ટને કવર કરતુ રહેશે તમામ રિડર્સને તેની માહિતી આપતુ રહેશે.સ્પોર્ટ્સને લગતી તમામ માહિતી તેમજ આવી ઇવેન્ટમાં જો તમે અમને ભાગ બનાવવા માંગતા હોવ તો અમારો સંપર્ક કરો editor.cricklove@gmail.com.

 

To Top
Translate »