Latest News

રિષભ પંત માટે ખતરો બન્યો લોકેશ રાહુલ, વિરાટ કોહલીએ પણ કર્યુ સમર્થન

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વન ડે સિરીઝ પોતાના નામે કર્યા બાદ વિરાટ કોહલી (Virat Kohli)એ લોકેશ રાહુલ (KL Rahul)ની ભૂમિકાને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાહુલે આ સિરીઝમાં રિષભ પંતના ઇજાગ્રસ્ત થયા બાદ વિકેટકીપિંગની જવાબદારી નીભાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીને રાહુલની બેટિંગ અને વિકેટકીપિંગની ડબલ ભૂમિકા પસંદ આવી છે. જેને કારણે હવે રિષભ પંત માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

વિરાટ કોહલીએ રવિવારે કહ્યું કે ટીમમાં વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં લોકેશ રાહુલ બન્યો રહેશે. વિરાટ કોહલીએ કહ્યું કે ટીમમાં તે રીતનું સંતુલન બનાવી રાખે છે જેમ 2003ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે ભૂમિકા નીભાવી હતી. રાહુલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બન્ને વન ડે મેચમાં બેટથી કમાલ બતાવી હતી અને વિકેટ પાછળ પણ સારૂ પ્રદર્શન કર્યુ છે.

પ્રથમ વન ડેમાં ઇજા બાદ સિરીઝમાંથી બહાર થયેલા રિષભ પંત (Rishabh Pant)ની જગ્યાએ બન્ને મેચમાં શાનદાર વિકેટકીપિંગ પણ કરી છે. જ્યારે રિષભ પંત કેટલીક મેચમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી. તે બાદ સોશિયલ મીડિયા પર રિષબ પંત ઘણો ટ્રોલ થઇ રહ્યો છે. એક યૂઝરે કહ્યું- હવે ચાલ્યા ગયા છો તો જતા રહેજો.

લોકેશ રાહુલે પ્રથમ મેચમાં 47 રન અને બીજી વન ડેમાં પાંચમા નંબર પર બેટિંગ કરતા 80 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય એરોન ફિન્ચને શાનદાર અંદાજમાં સ્ટમ્પ આઉટ પણ કર્યો હતો. તે બાદ રાહુલની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઇ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પોતાની પ્રતિભાનું શાનદાર પ્રદર્શન કર્યુ છે. રાહુલે વિવિધ બેટિંગ ક્રમ પર બેટિંગ કરવાની સાથે જ પંતના ઇન્જર્ડ થયા બાદ વિકેટકીપિંગની પ્રતિભા પણ બતાવી હતી.

(નોંધ: સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વીડિયો જોવા માટે અમારી યૂ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો)

 

To Top
Translate »