Latest News

રણજી નૉક આઉટ મેચમાં ‘લિમિટેડ ડીઆરએસ’નો ઉપયોગ થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ સીઝનમાં રણજી નોક આઉટ મુકાબલામાં લિમિટેડ ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. બીસીસીઆઇ અનુસાર ડીઆરએસમાં હૉક આઉ અને અલ્ટ્રાએજનો ઉપયોગ નહી થાય. આ બે ટેકનિકનો ઉપયોગ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરવામાં આવે છે.

ગત સિઝનમાં રણજી મુકાબલામાં ખરાબ અમ્પાયરિંગની ફરિયાદ આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલ મુકાબલા દરમિયાન ચેતેશ્વર પૂજારાને નિક છતા આઉટ આપવામાં આવ્યો નહતો.

બીસીસીઆઇ મેનેજમેન્ટ સબા કરીમે લિમિટેડ ડીઆરએસના ઉપયોગની પૃષ્ટી કરી છે. સબા કરીમે કહ્યું, ‘ગત વર્ષે કેટલીક નોકઆઉટ મેચ દરમિયાન અમ્પાયરની કેટલીક ભૂલ થઇ હતી જેને કારણે અમે આ રીતની સ્થિતિથી બચવા માટે લિમિટેડ ડીઆરએસનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.’

ભારતમાં ક્રિકેટનું કામ જોઇ રહેલા પ્રશંસકોની સમિતીએ આ વર્ષે જૂનમાં લિમિટેડ ડીઆરએસને લીલી ઝંડી આપી દીધી હતી.

To Top
Translate »