Expert Comment

લક્ષ્મણે કુંબલેને ફાઇટર ગણાવ્યો, 18 વર્ષ જૂની તસવીર પોસ્ટ કરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ પૂર્વ લેગ સ્પિનર દરેક રીતે ઘણો મોટો ખેલાડી છે અને તે હંમેશા પોતાની જવાબદારી નીભાવવા માટે તૈયાર રહે છે. લક્ષ્મણે જણાવ્યુ છે કે તે આગામી કેટલાક દિવસ સુધી તે ખેલાડીઓને યાદ કરશે, જેની સાથે તે રમ્યો છે અને જેને તેની પર મોટો પ્રભાવ છોડ્યો છે.

વીવીએસ લક્ષ્મણે આ ક્રમમાં અનિલ કુંબલેને યાદ કર્યો હતો. વીવીએસ લક્ષ્મણે અનિલ કુંબલેને યાદ કરતા વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 2002માં એંટીગામાં રમાયેલી તે મેચની તસવીર શેર કરી છે જેમાં અનિલ કુંબલેએ તૂટેલા જડબા સાથે બોલિંગ કરી હતી.

વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કર્યુ, “દરેક અર્થમાં એક મોટો ખેલાડી, તે તમામ મુશ્કેલીને પાછળ છોડીને આગળ વધ્યો અને હંમેશા પોતાની જવાબદારી નીભાવી. તે સાહસ તે ધૈર્ય જે આ તસવીરમાં બતાવવામાં આવ્યુ છે અનિલ કુંબલેમાં સૌથી વધુ છે. ક્યારેય હાર ના માનવી પછી તે કઇ પણ કેમ ના હોય. આ ખાસિયત છે જે કુંબલેને તે ક્રિકેટર બનાવે છે જે તે છે.”

વર્ષ 2002માં વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલી એંટીગા ટેસ્ટ મેચમાં અનિલ કુંબલેને મારવિન ડિલ્લનની બોલ જડબામાં લાગી હતી. તેમ છતા તેને મોઢા પર પટ્ટી બાંધી સતત 14 ઓવર બોલિંગ કરી હતી.

અનિલ કુંબલે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. કુંબલે ભારત માટે 132 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે જેમાં તેણે 619 વિકેટ ઝડપી છે. વન ડેમાં અનિલ કુંબલેએ ભારત માટે 271 વન ડે મેચ રમી છે જેમાં તેણે 337 વિકેટ પોતાના નામે કરી છે.

To Top
Translate »