IPL

IPLFinal: 42 રન આપનારા મલિંગાએ આ રીતે અંતિમ ઓવરમાં ચેન્નાઇ પાસેથી જીત છીનવી

ક્રિકેટ એક એવી રમત છે જેમાં દરેક ક્ષણે ઉતાર-ચઢાવ જોવા મળે છે. IPL2019માં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. આ મેચમાં 42 રન આપનાર લસિથ મલિંગા હીરો બની ગયો હતો. મુંબઇ ઇન્ડિયન્સે અંતિમ ઓવરમાં રોમાંચક મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવ્યું હતું.

અંતિમ ઓવરમાં ચેન્નાઇ સુપરકિંગ્સને જીતવા માટે 9 રનની હતી જરૂર

ચેન્નાઇ સુપરકિંગ્સને જીતવા માટે 150 રનનો પડકાર આપવામાં આવ્યો હતો. ચેન્નાઇને મેચ જીતવા માટે 12 બોલમાં 18 રનની જરૂર હતી અને તેની પાસે છ વિકેટ હતી. શેન વોટસન બીજી ક્વોલિફાયર મેચની જેમ જ ફોર્મમાં હતો અને એમ લાગતુ હતું કે આ સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ત્રણ હારનો બદલો ચેન્નાઇ સુપરકિંગ્સ લઇ લેશે. 19મી ઓવરનો અંતિમ બોલ વિકેટ કીપર ક્વિન્ટન ડી કોકના હાથમાં ગયો હતો અને આસાન બોલને તેને છોડી દીધો હતો અને સીધો બાઉન્ડ્રી પાર કરી ગયો હતો. જેને ચેન્નાઇની તાકાત વધારી દીધી હતી. હવે ચેન્નાઇ સુપરકિંગ્સને જીતવા માટે અંતિમ 6 બોલમાં 9 રનની જરૂર હતી. શેન વોટસન હજુ પણ ક્રીઝ પર હતો.

20મી ઓવર લસિથ મલિંગા લઇને આવ્યો હતો. લસિથ મલિંગાની ઓવરમાં શેન વોટસન રન આઉટ થયો હતો. 20મી ઓવરના અંતિમ બોલે જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સને જીતવા માટે 1 બોલમાં 2 રનની જરૂર હતી ત્યારે મલિંગાએ શાર્દુલ ઠાકુરને LBW આઉટ કર્યો હતો અને મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું. IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર લસિથ મલિંગાએ અત્યાર સુધી 100થી વધુ મેચ રમી છે. સાથે જ મલિંગા અંતિમ ઓવર સુધી સારી બોલિંગ કરી શકતો નહતો. શેન વોટસન અને ડ્વેન બ્રાવોએ તેની ધોલાઇ કરી હતી. મલિંગાએ 3 ઓવરમાં 42 રન આપ્યા હતા. કેટલાક ફેન્સ વિચારી રહ્યાં હતા કે અંતિમ ઓવર તેને નહી આપવામાં આવે. જોકે, રોહિત શર્માએ લસિથ મલિંગા પર વિશ્વાસ કરીને તેને બોલિંગ આપી હતી.

લસિથ મલિંગાનો નસીબે સાથ આપ્યો હતો અને તે વિજેતા બનીને સામે આવ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે અંતિમ ઓવરમાં 10થી પણ ઓછા રનનો બચાવ બીજી વખત કર્યો છે. 2017માં પૂણે વિરૂદ્ધ મિશેલ જોનસન મુંબઇ માટે પહેલા પણ આ કારનામુ કરી ચુક્યો છે.

To Top