Expert Comment

ICC T20 રેન્કિંગ: કુલદીપ ટોપ-5માં, જાણો વિરાટ કોહલી ક્યા નંબર પર છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝ બાદ આઇસીસીએ રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવે લાંબી છલાંગ લગાવતા ટોપ-5માં પોતાની જગ્યા પાક્કી કરી છે. સાથે સાથે એડમ ઝમ્પા પણ કુલદીપની જેમ પ્રથમ વખત ટોપ-5માં સામેલ થયો છે.

કુલદીપને થયો ફાયદો

નવી રેન્કિંગ પહેલા કુલદીપ 23માં સ્થાન પર હતો. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝમાં શાનદાર પ્રદર્શનનું તેને ઇનામ મળ્યુ છે. હવે તે ટી-20 બોલરોની રેન્કિંગમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. એડમ ઝમ્પા પણ 17માં સ્થાને ખસીને પાંચમા નંબરે પહોચી ગયો છે.ટી-20 બોલરોની રેન્કિંગમાં પ્રથમ નંબર પર અફઘાનિસ્તાનનો રાશિદ ખાન અને બીજા નંબર પર પાકિસ્તાનનો શાદાબ ખાન છે. ઇંગ્લેન્ડનો સ્પિન બોલર આદિલ રાશિદ ચોથા નંબરે છે.

પાકિસ્તાનનો બાબર આઝમ નંબર-1

બેટ્સમેનોના રેન્કિંગની વાત કરીએ તો પાકિસ્તાનનો બાબર આઝમ નંબર-1 પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો કોલિન મુનરો છે જ્યારે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ છે.

પાકિસ્તાનનો ફખર જમન ચોથા નંબરે જ્યારે ગ્લેન મેક્સવેલ પાંચમા નંબર પર છે. લોકેશ રાહુલ છઠ્ઠા ક્રમ પર જ્યારે રોહિત શર્મા નવમા ક્રમ પર છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ બનેલો શિખર ધવન 11માં નંબર પર જ્યારે કેપ્ટન વિરાટ કોહલી 14માં નંબરે છે.

To Top