Off The Field

કૃણાલ પંડ્યાએ વેડિંગ એનિવર્સરીની કરી ઉજવણી, સ્ટાઇલિશ છે પત્ની

ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર કૃણાલ પંડ્યા પોતાની પ્રથમ વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે. કૃણાલ પંડ્યાએ મુંબઇની પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા છે. કૃણાલ પંડ્યાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20માં ડેબ્યૂ કર્યુ હતું. કૃણાલનો ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણીમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

IPLમાં કૃણાલની પત્નીની તસવીર થઇ હતી વાયરલ

IPL 2017માં વિનિંગ ટ્રોફી સાથે પંખુરી શર્માની પ્રથમ વખત તસવીર વાયરલ થઇ હતી. તે બાદ પંખુડીનું કૃણાલ પંડ્યા સાથે કનેક્શન ચર્ચામાં આવ્યું હતું. તે સમયે મુંબઇ ઇન્ડિયન્સ આઇપીએલમાં ચેમ્પિયન બન્યું હતું અને કૃણાલ પંડ્યા આ ટીમનો ભાગ હતો. મુંબઇની પંખુડી શર્મા ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલી છે, તેની ક્રિકેટર કૃણાલ પંડ્યા સાથે મુલાકાત લગ્નના 2 વર્ષ પહેલા એક પાર્ટીમાં થઇ હતી. પંખુડી કૃણાલના એક મિત્રની કોમન ફ્રેન્ડ છે, તેને જ બન્નેની મુલાકાત કરાવી હતી.

પંખુરી શર્માના પિતાનો છે બિઝનેસ

કૃણાલ પંડ્યાની પત્ની પંખુરીનો પરિવાર મુંબઇમાં રહે છે.પંખુરીના પિતા રાકેશ શર્મા બિઝનેશમેન છે. જ્યારે માતા અનુપમા શર્મા ગોવામાં ઇન્ટિરીયર ડિઝાઇનર છે. પંખુરીની મોટી બહેનનું નામ તાન્યા શર્મા છે. પંખુરી શર્મા પરિવારમાં સૌથી નાની છે.

To Top