Latest News

કર્ણાટકના આ ક્રિકેટરે T20માં રચ્યો ઇતિહાસ, રેકોર્ડ જાણીને ચોકી જશો

કર્ણાટકના 30 વર્ષના કૃષ્ણપ્પા ગૌતમે બેટ અને બોલથી સારૂ પ્રદર્શન કર્યુ છે. કૃષ્ણપ્પા ગૌતમે ટી-20 ઇતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે, તેણે શુક્રવાર રાત્રે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક પ્રીમિયર લીગના મુકાબલા દરમિયાન રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ કૃષ્ણપ્પા ગૌતમ કોઇ રેકોર્ડ તોડી શક્યો નહતો. કારણ કે રાજ્ય ટી-20 લીગને ઓફિશિયલ ટી-20નો દરજ્જો આપવામાં નથી આવ્યો, કેપીએલના મુકાબલે અન્ય ટી-20S (Other T20S) વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમી ચુકેલા કૃષ્ણપ્પા ગૌતમે બેલ્લારી ટસ્કર્સ માટે રમતા શિવમોગા લાયન્સ વિરૂદ્ધ 56 બોલ પર અણનમ 134 રન બનાવ્યા હતા અને તે બાદ પોતાની ઓફ સ્પિન બોલિંગથી 4 ઓવરમાં 15 રન આપીને 8 વિકેટ ઝડપી હતી, તેમની ટીમે 70 રનની ધમાકેદાર જીત મેળવી છે.

ગૌતમે ઓફિશિયલ રીતે કોઇ ટી-20 રેકોર્ડ તોડ્યો નથી પરંતુ તેને કેપીએલના કેટલાક રેકોર્ડ તોડી નાખ્યા છે, તેની 134 રનની અણનમ ઇનિંગ્સ કેપીએલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે, તેને 39 બોલમાં સદી ફટકારી હતી જે કેપીએલમાં સૌથી ઝડપી સદી છે સાથે જ તેને 13 સિક્સર કેપીએલમાં એક ઇનિંગ્સ દરમિયાન ફટકાર્યા હતા જે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે.

કૃષ્ણપ્પા ગૌતમે આ મેચમાં 8 વિકેટ ઝડપી હતી જેમાં તેની એક હેટ્રિક પણ શામેલ છે. 4 ઓવરમાં 15 રન આપીને 8 વિકેટ- આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. સાથે જ ગૌતમે મેચમાં બે કેચ પણ પકડ્યા હતા.

To Top
Translate »