IPL

IPL2020માં કોલકાતા નાઇટ રાઇડર્સને ફટકો, આ બે દિગ્ગજ છોડશે સાથ!

ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે કઇ સારૂ નથી. આ વર્ષે ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય કરી શકી નહતી જ્યારે જુલાઇમાં ટીમના હેડ કોચ જેક્સ કાલિસ અને સહાયક કોચ સાઇમન કેટિચે પદ છોડી દીધુ હતું. હવે આઇપીએલ 2020 પહેલા બે ખેલાડી ટીમથી અલગ થવાની તૈયારીમાં છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, લૉકી ફર્ગ્યુસન અને કાર્લોસ બ્રેથવેઇટ આગામી સિઝન પહેલા શાહરૂખ ખાનની આ ફ્રેન્ચાઇઝીથી અલગ થવા માંગે છે. ફર્ગ્યુસનને પાંચ મેચ જ રમવાની તક મળી હતી અને તે ઘણો મોંઘો સાબિત થયો હતો, તેને 10.76ની ઇકોનોમીના હિસાબથી રન લુટાવ્યા હતા, તેનું આધાર મૂલ્ય 1 કરોડ રૂપિયા હતું અને તેને કેકેઆરે 1.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

બ્રેથવેઇટને તો કોલકાતા નાઇટ રાઇડર્સે 5 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરીને મેળવ્યો હતો પરંતુ તેને માત્ર 2 મેચમાં મેદાનમાં ઉતાર્યો હતો, તેનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નહતું અને તેને 11 રન બનાવ્યા હતા અને કોઇ વિકેટ ઝડપી શક્યો નહતો. કેરેબિયન સ્ટાર આંદ્રે રસેલના બેકઅપના રૂપમાં રાખવામાં આવ્યો હતો.

જો બ્રેથવેઇટે ટીમનો સાથ છોડ્યો તો કોલકાતા નાઇટ રાઇડર્સે કોઇ યોગ્ય ખેલાડીનો સમાવેશ કરવો પડશે. બ્રેથવેઇટ અને ફર્ગ્યુસનના ટીમ છોડવાનો અર્થ એવો પણ હશે કે કોલકાતા નાઇટ રાઇડર્સને હવે એક ઓલ રાઉન્ડર અને એક સારા બોલરની જરૂર પડશે.

To Top
Translate »