Expert Comment

વર્લ્ડકપમાં ચોથા ક્રમ પર બેટિંગ માટે  કોણ ઉતરશે? લોકેશ રાહુલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હીઃ વર્લ્ડ  કપમાં ચોથા નંબર પર ટીમ ઇન્ડિયા તરફથી કોણ બેટિંગ કરશે તેને લઇને ખૂબ ચર્ચા ચાલી રહી છે.  એવામાં લોકેશ રાહુલ અને વિજય શંકર ચોથા ક્રમ  પર બેટિંગ કરી શકે છે તેવી પણ ચર્ચા ઉઠી છે. મીડિયા સાથેની વાતચીતમાં લોકેશ રાહુલે કહ્યું કે, પસંદગીકર્તાઓએ સ્પષ્ટ કરી દીધું છે. હું ટીમનો ભાગ છું અને ટીમ જ્યાં ઇચ્છશે ત્યાં બેટિંગ કરીશું. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે ઇગ્લેન્ડમાં પરિસ્થિતિ અનુસાર ટીમમાં બદલાવ કરવામાં આવશે.

ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ નિવેદન આપવાના  કારણે પ્રતિબંધનો સામનો  કરી ચૂકેલા લોકેશ રાહુલે ઇગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત-એ માટે સ્થાનિક સીરીઝ રમી હતી અને રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં તેણે 50 અને 47 રન બનાવ્યા હતા. આઇપીએલમાં રાહુલે 593 રન બનાવ્યા હતા. રાહુલે કહ્યું કે ફોર્મને જરૂરત કરતા વધુ મહત્વ આપવામાં આવ્યું છે. હું છેલ્લા બે મહિનાથી સારુ રમી રહ્યો છું. મે મારી ટેકનિક પર કામ કર્યું છે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં અને આઇપીએલમાં સારુ પ્રદર્શન કર્યું છે.

To Top