Local Cricket

ખેલ મહાકુંભમાં આ રીતે લો ભાગ, કોઇ પણ ખેલાડી કરી શકે છે ઓન લાઇન રજિસ્ટ્રેશન

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની શરૂઆત આગામી સમયમાં થવાની છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયા 15 જૂલાઈથી શરૂ થઈ ગઈ છે.

જેમાં શાળા કક્ષાએથી વોર્ડ કક્ષા ત્યારબાદ જીલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ કુલ-35 સ્પર્ધાઓ યોજાશે. આ વર્ષે પણ 40 વર્ષ અને 60 વર્ષથી ઉપરના લોકો માટે સ્પર્ધાઓ યોજાશે.

ખેલ મહાકુંભની સ્પર્ધામાં અભ્યાસ કરતાં કે અભ્યાસ ના કરતાં કોઇપણ ખેલાડીઓ ભાગ લેવા ઇચ્છે તો તેઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન WWW.KHELMAHAKUMBH.ORG ની વેબસાઇટ પર કરી શકશે અથવા મોબાઇલ એપથી KHELMAHAKUMBH ની એપ ડાઉનલોડ કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકે છે.

રજીસ્ટ્રેશનમાં કોઇપણ મુશ્કેલી જણાય તો ટોલફ્રી નંબર- 18002744151 પર સંપર્ક કરી શકશે એમ જેલ્લા રમત ગમત અધિકારી અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

To Top
Translate »