Latest News

16 વર્ષની કાશવી ગૌતમે રચ્યો ઇતિહાસ, એક ઇનિંગ્સમાં ઝડપી 10 વિકેટ

ઓસ્ટ્રેલિયામાં મહિલા ટી-20 વર્લ્ડકપ રમાઇ રહ્યો છે જેમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરી રહી છે તો ઘરેલુ ક્રિકેટમાં એક મહિલા યુવા ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી તમામનું દિલ જીતી લીધુ છે. આંધ્ર પ્રદેશમાં રમાઇ રહેલી મહિલા અંડર-19 વન ડે મુકાબલામાં કાશવી ગૌતમે પોતાની ઝડપથી આખી ટીમને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. આ મેચ ચંદીગઢ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે રમાઇ હતી. જેમાં ચંદીગઢની કેપ્ટન અને સ્ટાર બોલર કાશવીએ વિરોધી ટીમની તમામ 10 વિકેટ ઝડપી હતી, તેમાં એક હેટ્રિક પણ ઝડપી હતી. આ બોલરનો વીડિયો બીસીસીઆઇ વુમન્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

કાશવીએ માત્ર 4.5 ઓવર બોલિંગ કરી હતી અને 12 રન આપીને તમામ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. વિરોધી ટીમ માત્ર 25 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેને કારણે ચંદીગઢે આ મેચને 161 રને જીતી લીધી હતી. આટલુ જ નહી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચંદીગઢે 186 રન બનાવ્યા હતા. જેમાં કાશવીએ પોતાના બેટથી પણ દમ બતાવ્યુ હતું અને 49 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે ગૌતમ લિમિટેડ ઓવરમાં 10 વિકેટ ઝડપનારી ભારતની પ્રથમ તો વિશ્વની બીજી ક્રિકેટર બની ગઇ છે. આ પહેલા વન ડેમાં 10 વિકેટ નેપાળની મહેબૂબ આલમે ઝડપી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો માત્ર બે ખેલાડીઓને અત્યાર સુધી 10 વિકેટ ઝડપી છે. 1956માં જિમ લેકરે આ સિદ્ધિ મેળવી હતી તે બાદ ભારતના અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ મેચમાં 10 વિકેટ ઝડપી હતી.

કાકી પાસેથી ક્રિકેટનો કક્કો શીખ્યો

કાશવી જ્યારે વર્ષની હતી ત્યારે તેની કાકીએ તેને બેટ આપ્યુ હતું, જેનાથી તેણે ક્રિકેટ શીખ્યુ હતું. 13 વર્ષની ઉંમરમાં કાશવીએ ક્રિકેટની કોચિંગ લેવાનું શરૂ કર્યુ હતું.

આ સફળતા બાદ કાશવીએ કહ્યુ કે મને તેની પર વિશ્વાસ નથી થઇ રહ્યો. હું સારા એરિયામાં બોલિંગ કરવા માંગતી હતી અને વિકેટ મળતી ગઇ. કાશવીએ જણાવ્યુ કે જ્યારે 8 વિકેટ પુરી થઇ ગઇ તો સાથી ખેલાડીઓએ મને 10 વિકેટ વિશે જણાવ્યુ. તે બાદ મે વિચારવાનું શરૂ કર્યુ હતું.

To Top
Translate »