Latest News

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નવા સભ્યોની જાહેરાત, જયદેવ શાહ પ્રમુખ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નવા સભ્યોની જાહેરાત થઇ ગઇ છે. પ્રમુખ તરીકે જયદેવ શાહની નિમણૂંક કરવામાં આવી છે. જયદેવ શાહ નિરંજન શાહના પુત્ર છે. ઉપ પ્રમુખ તરીકે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે મિડિયા મેનેજર રહેલા હિંમાશું શાહ, જોઇન્ટ સેક્રેટરી તરીકે કરણ શાહ અને ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરાની પસંદગી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિએશનના ઈલેકટ્રોલ ઓફીસર વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26મીએ ચૂંટણી યોજાવાની હતી. ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આ તમામને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

કોણ છે જયદેવ શાહ

36 વર્ષીય જયદેવ શાહ બીસીસીઆઈના પૂર્વ સેક્રટરી નિરંજન શાહનો પુત્ર છે. જયદેવ શાહે સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની પણ જવાબદારી નિભાવી છે. જયદેવ શાહે 120 ફર્સ્ટ ક્લાસ મેચમાં 10 સદી અને 20 અડધી સદી સાથે 5354 રન બનાવ્યા છે. 110 મેચમાં સૌરાષ્ટ્ર ટીમની કેપ્ટનશિપ કરી છે. જે એક ઘરેલું રેકોર્ડ છે. તેની કેપ્ટનશિપમાં સૌરાષ્ટ્ર 2012-13 અને 2015-16ની રણજી ટ્રોફીમાં રનર્સ અપ રહ્યું હતું. 2007-08માં ટીમને વિજય હઝારે ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવી હતી.

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

To Top
Translate »