Expert Comment

જસપ્રિત બુમરાહે કર્યો મોટો ખુલાસો, આ ખેલાડીને કારણે ટીમ ઇન્ડિયામાં મળી તક

જસપ્રિત બુમરાહ (Japrit Bumrah) આજે ભારતીય ક્રિકેટ ટીમનો (Team India) સ્ટાર બોલર છે. ત્રણેય ફોર્મેટમાં જસપ્રિત બુમરાહે પોતાની બોલિંગની મદદથી ટીમ ઇન્ડિયાને અનેક મેચમાં વિજય અપાવ્યો છે. જસપ્રિત બુમરાહે કહ્યુ કે તે આજે ટીમ ઇન્ડિયા માટે રમી રહ્યો છે તેનો પુરો શ્રેય જોન રાઇટને જાય છે. બુમરાહ (Japrit Bumrah) અનુસાર, તે જોન રાઇટ જ હતા જેમણે તેની પ્રતિભાને ઓળખી અને પછી તેને મદદ કરી. તમને જણાવી દઇએ કે જ્યારે જોન રાઇટ મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયા હતા ત્યારે તેમણે જ બુમરાહને મુંબઇની ટીમમાં સિલેક્ટ કર્યો હતો. જોન રાઇટ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પણ રહી ચુક્યા છે. મુંબઇ ટીમમાં જગ્યા મળ્યા બાદ બુમરાહે પોતાની શાનદાર બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા.

ક્રિકબજને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જસપ્રિત બુમરાહે (Japrit Bumrah) કહ્યુ કે જ્યારે હું 19 વર્ષનો હતો ત્યારે પોતાની રણજી ટીમ ગુજરાત તરફથી રમવા માટે મુંબઇમાં હતો. અહી મુંબઇના કોચ જોન રાઇટની નજર મારી પર પડી અને પછી તેમણે અમારી ટીમના કેપ્ટન પાર્થિવ પટેલ સાથે મારા વિશે વાત કરી હતી, તેમની પાસે કોઇના ટેલેન્ટને ઓળખવાની કમાલની ક્ષમતા છે અને હું ઘણો ભાગ્યશાળી હતો કે તેમણે મને પણ તક આપી. તે બાદ તેમણે મારી ફિટનેસ અને બોલિંગ પર ઘણી મહેનત કરી અને આ કારણે હું ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શક્યો હતો.

બુમરાહે કહ્યુ કે, હું આજે પણ તેમના સંપર્કમાં છું અને તેમની સલાહ લઉં છું. હું તેમણે હંમેશા કહુ ચું કે તેમના કારણે જ હું ભારત માટે રમી રહ્યો છું. જોકે, જોન રાઇટ કહે છે કે તેમાં મારો કોઇ રોલ નથી અને તમે પોતાની પ્રતિભા અને મહેનતના દમ પર અહી છો. બુમરાહે અત્યાર સુધી ભારત માટે 13 ટેસ્ટ, 64 વન ડે અને 50 ટી-20 મેચ રમી છે.

To Top
Translate »