IPL

IPL2020: અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો તો ગુસ્સે થયો સહેવાગ, કહ્યુ- અમ્પાયરને આપો મેન ઓફ ધ મેચ

IPL2020ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. આ મેચ સુપર ઓવરમાં પહોચ્યા બાદ દિલ્હી કેપિટલ્સે જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સની જીત બાદ જ મેચમાં અમ્પાયરિંગ પર સવાલ ઉભા થયા હતા. અમ્પાયરે ખોટો નિર્ણય સંભળાવતા કિંગ્સ ઇલેવન પંજાબનો એક રન કાપી લીધો હતો, જેનાથી મેચમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો અને મેચ સુપર ઓવરમાં પહોચી ગઇ હતી. અમ્પાયરે શોર્ટ રન લેતા પંજાબનો એક રન કાપી લીધો હતો પરંતુ જ્યારે રીપ્લેમાં બતાવવામાં આવ્યુ તો બેટ્સમેનનું બેટ ક્રીઝની અંદર હતું. ખોટા નિર્ણયને કારણે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ ગુસ્સે થયો હતો અને તેણે ટ્વીટ કરી અમ્પાયરિંગની ટિકા કરી હતી.

વિરેન્દ્ર સહેવાગે પ્રિટશોટ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બેટ ક્રીઝમાં છે, તેણે કેપ્શનમાં લખ્યુ, ‘હું મેન ઓફ ધ મેચ એવોર્ડની પસંદગીથી ખુશ નથી, જે અમ્પાયરે આ શોર્ટ રન આપ્યો તે મેન ઓફ ધ મેચ હોવો જોઇતો હતો. શોર્ટ રન નહતો અને આ અંતર હતું.’

19મી ઓવર કાગીસો રબાડા કરવા આવ્યો હતો. આ સમયે કિંગ્સ ઇલેવન પંજાબને 12 બોલમાં 25 રનની જરૂર હતી. મયંક અગ્રવાલ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. પ્રથમ બોલ પર મયંક અગ્રવાલે ડિફેન્ડ કર્યુ અને બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી. ત્રીજા બોલ પર શોર્ટ રમ્યો અને બે રન માટે દોડ્યો હતો પરંતુ અમ્પાયરે શોર્ટ રન ગણાવી એક જ રન આપ્યો હતો. અંતિમ ત્રણ બોલમાં પંજાબે 1 રન બનાવવાનો હતો. સ્ટોઇનિસે અંતિમ બે બોલમાં બે વિકેટ ઝડપી હતી અને મેચને સુપર ઓવર સુધી લઇ ગયો હતો.

માર્કસ સ્ટોઇનિસે પહેલા વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી અને તે પછી બે બોલમાં બે વિકેટ ઝડપતા દિલ્હી કેપિટલ્સ હારવા પર પહોચી છતા તેણે કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવીને મેચને જીતી લીધી હતી.

સ્ટોઇનિસે સાત ફોર અને ત્રણ સિક્સરની મદદથી 21 બોલમાં 53 રન બનાવ્યા હતા જેને કારણે દિલ્હી અંતિમ ત્રણ ઓવરમાં 57 રન બનાવી આઠ વિરેટે 157 રન સુધી પહોચવામાં સફળ રહી હતી. આ પહેલા કેપ્ટન શ્રેયસ અય્યર (32 બોલમાં 39) અને રિષભ પંત (29 બોલમાં 31 રન) ચોથી વિકેટ માટે 73 રન જોડી ટીમને ત્રણ વિકેટે 13 રનમાંથી સારી સ્થિતિમાં પહોચાડી હતી.કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી મયંક અગ્રવાલ (60 બોલમાં 89 રન) આક્રમક રમત રમી હતી. આઇપીએલમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.

To Top
Translate »