IPL

IPL2020: ધોનીને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતા જોઇ ચોકી ગયો ઇરફાન પઠાણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનનો પ્રારંભ થવામાં હવે થોડો સમય બાકી છે. આ વર્ષે કોવિડ-19 મહામારીને કારણે આઇપીએલ યુનાઇટેડ અરબ અમીરાત (યુએઇ)માં 19 સપ્ટેમ્બરથી રમાશે. ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) અને મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે પ્રથમ મેચ રમાશે. તમામ ટીમ આ સમયે ટ્રેનિંગ કરી રહી છે, આ વચ્ચે ચેન્નાઇ સુપરકિંગ્સ (Chennai Super Kings)ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પ્રેક્ટિસ સેશનમાં કઇક એવુ કર્યુ જેને જોઇને પૂર્વ ઓલ રાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાણ (Irfan Pathan) ચોકી ગયો હતો.

ધોનીને ટ્રેનિંગ દરમિયાન વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોઇ ઇરફાન પઠાણ ચોકી ગયો હતો અને કહ્યુ કે આ પહેલા તેમણે આવુ નથી જોયુ. ધોનીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ ગત વર્ષે 2019માં વર્લ્ડકપમાં રમી હતી. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચ રમ્યા બાદ ધોની ક્રિકેટથી દૂર રહ્યો છે. IPL પહેલા ગત મહિને 15 તારીખે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી ચુક્યો છે. મેચ પહેલા ધોનીને બેટિંગ પ્રેક્ટિસ કરતો જોઇ શકાતો હતો પરંતુ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવો ઘણો અલગ છે.

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત દરમિયાન ઇરફાન પઠાણ (Irfan Pathan)એ કહ્યુ, ‘અમે કેટલાક નવા વિજ્યુઅલ્સ જોયા, જેમાં ધોની વિકેટકીપિંગ કરી રહ્યો છે. આવુ ક્યારેય નથી થયુ, આ કઇક નવુ છે, કારણ કે હું તેમની સાથે કેટલાક વર્ષ ક્રિકેટ રમી ચુક્યો છું, ભારતીય ટીમ માટે પણ અને આઇપીએલમાં સીએસકે માટે પણ, મે ક્યારેય તેમણે વિકેટકીપિંગ કરતા નથી જોયા. ઇરફાન પઠાણે આગળ કહ્યુ, આવુ એટલા માટે કારણ કે તે લાંબા સમયથી ક્રિકેટ નથી રમ્યા. મને લાગે છે કે ટીમમાં કેટલાક લેગ સ્પિનર છે, બની શકે કે તે જોવા માંગતા હોય કે તે બોલર કેવા છે પરંતુ આ જોઇને સારૂ લાગ્યુ કે તે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઇરફાન પઠાણે કહ્યુ, સારી વાત છે કે પ્રેક્ટિસ શરૂ થઇ ગઇ છે અને તેમાં ચોકાવનારી વાત નથી કે ફેન્સ તેમણે જોવા માટે ભેગા થઇ રહ્યા છે. આ ઘણા વર્ષથી ચાલી રહ્યુ છે. કોવિડ છે પરંતુ છતા પણ લોકો ધોનીને જોવા માટે આવી રહ્યા છે.

To Top
Translate »