IPL

IPL2020: SRHનો ચોકાવનારો નિર્ણય, વિલિયમસનની જગ્યાએ વોર્નરને સોપી ટીમની કમાન

IPL 2020ની સીઝન શરૂ થયા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ચોકાવનારો નિર્ણય કર્યો છે. હૈદરાબાદે કેન વિલિયમસનને કેપ્ટન્સીથી હટાવી નવા ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ટીમની કમાન સોપી છે. વિલિયમસને ગત બે સિઝનમાં ટીમની કેપ્ટન્સી કરી હતી. 2018માં તેની કેપ્ટન્સીમાં ટીમ ફાઇનલ સુધી પહોચી હતી.

વોર્નર પર બોલ ટેમ્પરિંગની ઘટના બાદ એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધને કારણે તે 2018ની આઇપીએલ સિઝનમાં ભાગ લીધો નહતો, તેની જગ્યાએ વિલિયમસનને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2019માં વોર્નર વિલિયમસનની કેપ્ટન્સીમાં જ રમ્યો હતો.

કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ ડેવિડ વોર્નરે એક વીડિયો મેસેજ જાહેર કરી ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો છે. વોર્નરે કહ્યુ કે આઇપીએલ 2020 માટે કેપ્ટન્સી મળવા પર હું ઘણો ઉત્સાહિત છું. હું આ વાત માટે ઘણો આભારી છું કે મને ફરી એક વખત ટીમની કેપ્ટન્સી કરવાની તક મળી છે.

વોર્નરે આ સિવાય કેન વિલિયમસન અને ભૂવનેશ્વર કુમારનો પણ આભાર માન્યો છે. વોર્નરે કહ્યુ કે જે રીતે વિલિયમસન અને ભૂવનેશ્વર કુમાર ગત બે વર્ષમાં ટીમની કમાન સંભાળી છે તેની માટે હું બન્નેનો આભારી છું. વોર્નરે પોતાના વીડિયોમાં કહ્યુ કે, તમે સારૂ કામ કર્યુ, હું ઇચ્છીશ કે હવે તમે કેપ્ટન્સી દરમિયાન મારી મદદ કરો. મારે તમારા સહયોગની જરૂર પડશે. હું આ વખતે ટ્રોફી જીતવા માટે પોતાનો પુરો પ્રયાસ કરીશ.

IPLની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચથી થશે. પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુંબઇમાં વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાના અભિયાનની શરૂઆત 1 એપ્રિલથી મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કરશે.

To Top
Translate »