IPL

IPL2019: ચેન્નાઇ સુપરકિંગ્સને અંતિમ બોલે 1 રને હરાવી મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત બન્યું ચેમ્પિયન

IPL 2019ની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સે રોમાંચક મુકાબલામાં ચેન્નાઇ સુપરકિંગ્સને 1 રને હરાવી ચોથી વખત ટાઇટલ જીત્યુ હતું. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઇ સુપરકિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટે 148 રન જ બનાવી શક્યુ હતું. અંતિમ બોલે ચેન્નાઇ સુપરકિંગ્સને જીતવા માટે 2 રનની જરૂર હતી જોકે, લસિથ મલિંગાની ઓવરમાં શાર્દુલ ઠાકુર અંતિમ બોલે એલબી આઉટ થતા મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ચેમ્પિયન

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ક્વિન્ટન ડી કોક 29, રોહિત શર્મા 15, સૂર્યકુમાર યાદવ 15, ઇશાન કિશન 23, કૃણાલ પંડ્યા 7, કિરોન પોલાર્ડ અણનમ 41, હાર્દિક પંડ્યા 16 રન બનાવ્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી દીપક ચહરે સૌથી વધુ 3, શાર્દુલ ઠાકુરે 2 જ્યારે ઇમરાન તાહિરે 2 વિકેટ ઝડપી હતી.

ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી ફાફ ડુ પ્લેસિસ 26, શેન વોટસન 80, સુરેશ રૈના 8, અંબાતી રાયૂડુ 1, એમએસ ધોની 2, ડ્વેન બ્રાવો 15, રવિન્દ્ર જાડેજા અણનમ 5 રનની ઇનિંગ્સ રમી હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહે સૌથી વધુ 2, રાહુલ ચહર, મલિંગા અને કૃણાલ પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.

To Top
Translate »