IPL

IPLમાં કરોડપતિ સ્ટાર પ્લેયર છે વરૂણ ચક્રવર્તી, પંજાબે 8.40 કરોડમાં ખરીદ્યો

IPLની હરાજીમાં વરૂણ ચક્રવર્તી રાતોરાત કરોડો રૂપિયામાં વેચાઇને સ્ટાર બની ગયો હતો. વરૂણ ચક્રવર્તીને કિંગ્સ ઇલેવન પંજાબે 8.40 કરોડ જેટલી જંગી રકમમાં ખરીદ્યો હતો. વરૂણ ચક્રવર્તી તમિલનાડુનો મિસ્ટ્રી સ્પિનર છે. વરૂણની બેઝ પ્રાઇસ 20 લાખ હતી અને તેને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીએ પડાપડી કરી હતી. વરૂણ ચક્રવર્તી જયદેવ ઉનડકટ સાથે સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો.

તમિલનાડુ તરફથી રમે છે વરૂણ

વરૂણ ચક્રવર્તી મિસ્ટ્રી સ્પિનર છે, વરૂણની એક્શન અને બોલને બેટ્સમેન સમજી શકતા નથી. વરૂણ ચક્રવર્તી તમિલનાડુ તરફથી રમે છે અને સારો બેટ્સમેન પણ છે. 13 વર્ષની ઉંમર સુધી તે વિકેટકીપર-બેટ્સમેન હતો. સ્કૂલમાં આ પ્લેયરે ઘણી ક્રિકેટ રમી છે પરંતુ જેવો જ કોલેજમાં આવ્યો ત્યારે તેને ક્રિકેટ છોડી દીધુ હતું. તે આર્કિટેક્ટનો કોર્સ ચેન્નાઇમાં કરી રહ્યો હતો. ગ્રેજ્યુએશનની સાથે એક કંપનીમાં તે નોકરી પણ કરતો હતો.

અલગ-અલગ સ્ટાઇલમાં કરે છે બોલિંગ

આર્કિટેક્ટ બનવાનો પ્રયાસ કરી રહેલા વરૂણને અચાનક ક્રિકેટે પોતાની તરફ ખેચી લીધો હતો. વરૂણ ફાસ્ટ બોલર બની ગયો હતો. જોકે, ઘૂંટણમાં ઇજા થતા કરિયર પર બ્રેક લાગી ગઇ હોય તેમ તેને લાગ્યુ હતું. જ્યારે ઇજામાંથી બહાર આવ્યો ત્યારે તેને સ્પિન બોલિંગ કરવાની શરૂ કરી હતી. વરૂણ કહે છે- ગલી ક્રિકેટ રમતા સમયે મે ટેનિસ બોલથી સ્પિન બોલિંગમાં પ્રયોગ કરવાનું શરૂ કર્યુ હતું. અહી બાદમાં મે લેધર બોલથી પણ પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે બાદ જાદુ થયો હતો. નેટ્સ પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સના બેટ્સમેનોને પણ બોલિંગ કરી હતી. તે બાદ આ વર્ષે તે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમ્યો હતો અને મદુરાઇ પેન્થર્સનો હીરો સાબિત થયો હતો.

તમિલનાડુ પ્રીમિયર લીગનો સ્ટાર

વરુણ 4 અલગ અલગ પ્રકારે સ્પિન કરી શકે છે તેથી જ આ હરાજીમાં તેના માટે બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી. તેણે તમિલનાડું પ્રીમિયર લીગમાં 4.7ની ઈકોનોમીથી 9 વિકેટ લઈને મદુરાઈ પેન્થરને એકલા હાથે ટાઈટલ જીતાડ્યુ હતું. વરુણે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં સેકેંડ હાઈએસ્ટ વિકેટ લીધી હતી. તે ઉપરાંત રણજી ટ્રોફીમાં પણ પોતાનું ડેબ્યુ કર્યું હતું.

To Top