IPL

આ બેટ્સમેને ફટકાર્યા 265 રન, મુંબઇ ઇન્ડિયન્સે પોતાના કેપ્ટન રોહિત શર્માને કર્યા ટ્રોલ

આઇપીએલની સિઝન-12 શરૂ થયા પહેલા મુંબઇ ઇન્ડિયન્સે પોતાના કેપ્ટન રોહિત શર્માને ટ્રોલ કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાના જ કેપ્ટનની મજાક ઉડાવતા એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યુ છે કે કોઇ એવો ક્રિકેટર મળી ગયો છે જે રોહિત કરતા પણ સારો છે.

રોહિત શર્માની ઉડાવી મજાક

મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક યુવકની તસવીર શેર કરી છે જેનું નામ અભિનવ સિંહ છે, તેણે તાજેતરમાં જ 265 રનની ઇનિંગ્સ રમી છે. મહત્વપૂર્ણ છે કે ત્રણ વખત બેવડી સદી ફટકારનારા રોહિત શર્માની મજાક બનાવવા માટે આમ કરવામાં આવ્યુ છે.મુંબઇ ઇન્ડિયન્સે ટ્વીટમાં લખ્યુ, ‘રોહિત શર્મા અમને કોઇ મળી ગયો છે જે તમારી 264 રનની ઇનિંગ્સથી સારૂ રમ્યો, રિઝવી સ્પ્રિંગફીલ્ડના અભિનવ સિંહે મુંબઇ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 265 રનની ઇનિંગ્સ રમી હતી. આ રન તેને અંડર 14 ટૂર્નામેન્ટમાં 150 બોલમાં બનાવ્યા હતા.

To Top