Latest News

IPL 2019: 18 ડિસેમ્બરે જયપુરમાં થશે ખેલાડીઓની હરાજી, 70 ખેલાડીની બોલાશે બોલી

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019 પહેલા ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે. આ હરાજી એક દિવસમાં યોજાશે. બીસીસીઆઇએ આ જાણકારી આપી હતી. આ વખતે માત્ર 70 ખેલાડીઓની હરાજી થશે જેમાં 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડી સામેલ છે. આઠ ટીમ પાસે હરાજીમાં બોલી લગાવવા માટે 145 કરોડ 25 લાખ રૂપિયાની રકમ છે.કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજ જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે ગૌતમ ગંભીરને રિલીઝ કર્યો છે.

આ ખેલાડી થશે સામેલ

IPL 2018ની હરાજીમાં જયદેવ ઉનડકટ માટે 11 કરોડ 50 લાખની બોલી લગાવ્યા બાદ રાજસ્થાન રોયલ્સે તેને રિલીઝ કરી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ઇજાગ્રસ્ત ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને વેસ્ટ ઇન્ડીઝના ટી-20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેઇટને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે.મુંબઇ ઇન્ડિયન્સે જેપી ડ્યુમિની, પેટ કમિન્સ અને મુસ્તફિઝુર રહેમાન જેવા ટોપ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ટીમમાં જગ્યા આપી નહતી. લોકસભાની ચૂંટણી સાથે જો તારીખોનો ટકરાવ થાય છે તો 2019ની IPLની કેટલીક મેચો અથવા ટૂર્નામેન્ટનું આયોજન ભારત બહાર થઇ શકે છે.

To Top