IPL

IPL 2020નો કાર્યક્રમ જાહેર, અમદાવાદ-રાજકોટને એક પણ મેચ ના મળી

IPL 2020નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. IPL 2020ની ઓપનિંગ મેચ 29 માર્ચે રમાશે. મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુંબઇમાં આઇપીએલની પ્રથમ મેચ રમાશે. IPLની 56 મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે રાજકોટને એક પણ મેચ ફાળવવામાં આવી નથી.

ગુજરાતમાં નહી રમાય એક પણ મેચ

IPL 2020ના જાહેર કાર્યક્રમ અનુસાર રાજકોટને એક પણ મેચ ફાળવવામાં આવી નથી. બીજી તરફ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ, અમદાવાદને પણ એક પણ મેચ ફાળવવામાં આવી નથી. મહત્વપૂર્ણ છે કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉદ્દઘાટન થવાનું છે.

 

આ સ્થળોએ રમાશે IPL મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીંગની મેચ મુંબઇ, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલુરૂ, કોલકાતા, મોહાલી, જયપુર/ગુવાહાટી અને દિલ્હીમાં રમાશે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સનું બીજુ હોમ ગ્રાઉન્ડ બની શકે છે.

IPL 2020નો કાર્યક્રમ

To Top
Translate »