IPL

IPL 2020નો કાર્યક્રમ જાહેર, મુંબઇ ઇન્ડિયન્સ Vs ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે પ્રથમ મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે IPL 2020નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પ્રથણ મેચ ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને 3 વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.

IPL13મી સીઝનનો પ્રારંભ 19 સપ્ટેમ્બરે યોજાશે. ફાઇનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે. 53 દિવસમાં 8 ટીમ વચ્ચે 60 મુકાબલા રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શનિવારે રમાશે. તે બાદ રવિવારે એટલે 20 સપ્ટેમ્બરે દુબઇમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. આ દુબઇમાં સીઝનની પ્રથમ મેચ હશે. દુબઇમાં 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. શારજાહમાં પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ હશે.

આ વખતે 10 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) હશે. આ દિવસે પ્રથમ મેચ ભારતીય સમય પ્રમાણે 3:30 વાગ્યે રમાશે જ્યારે બીજી મેચ 7:30 વાગ્યાથી રમાશે. જે દિવસે માત્ર એક મેચ હશે તે 7:30 વાગ્યાથી જ રમાશે. દુબઇમાં 24, અબુધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. પ્લે ઓફની તારીખ અને મેદાનની જાહેરાત હવે પછી કરવામાં આવશે.

To Top
Translate »