IPL

IPL 2020ની 29 માર્ચથી થશે શરૂઆત, 24 મેએ રમાશે ફાઇનલ મેચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આગામી સીઝનનો ફાઇનલ મુકાબલો ક્યા રમાશે તેની જાહેરાત થઇ ગઇ છે. આઇપીએલ સીઝન 29 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. આ વચ્ચે આઇપીએલ 2020ની ફાઇનલ ડેટ સામે આવી છે. આઇપીએલની 13મી સીઝનની પ્રથમ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં 29 માર્ચ, 2020માં રમાશે જ્યારે ફાઇનલ મેચ 24 મે 2020માં રમાશે.

આ વખતે આઇપીએલની તમામ મેચ સાડા 7 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આઇપીએલની મેચ દિવસમાં 4 વાગ્યાથી અને રાત્રે 8 વાગ્યાથી રમાતી હતી પરંતુ મેચ પૂર્ણ થવાના સમયને ધ્યાનમાં રાખતા મેચને જલ્દી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇપીએલ 2020ની સીઝન આ વખતે 57 દિવસ સુધી ચાલવાની છે. અત્યાર સુધી આઇપીએલ 45 દિવસમાં પૂર્ણ થઇ જતી હતી પરંતુ હવે તેની સમયસીમા વધારી દેવામાં આવી છે અને બપોરે શરૂ થતી મેચને પણ ઓછી કરવામાં આવી છે.

IPL 2020 57 દિવસ સુધી રમાશે. લાંબી ચાલવાને કારણે દિવસમાં થતી મેચ રાત્રે આયોજિત કરવામાં આવશે, રવિવારે બે મેચ થવાની સંભાવના છે. સુત્રએ જણાવ્યુ કે હજુ આઇપીએલનો પુરો કાર્યક્રમ ફાઇનલ થયો નથી પરંતુ ફાઇનલ 24 મેએ રમાશે તે નક્કી થઇ ગયુ છે. 45ની જગ્યાએ 57 દિવસની મેચ કરવાને કારણે દિવસમાં એક મેચ રમાડવામાં કોઇ પરેશાની નહી થાય.

મેચ શરૂ થવાના સમય પર જાણકારી સામે આવી છે કે મેચના શરૂ થવાનો સમય સાડા 7 વાગ્યે રાખવામાં આવ્યો છે. આ બ્રોડકાસ્ટર્સ માટે નહી પરંતુ મેચને પૂર્ણ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે. સુત્રએ કહ્યું કે, જુઓ, ટીઆરપી એક મુદ્દો જરૂર છે પરંતુ અમારે એમ પણ જાણવુ જરૂરી છે કે ગત સિઝનમાં કેટલી મોડી મેચ પૂર્ણ થતી હતી જે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવે છે તેમના ઘરે પહોચવામાં પરેશાની થતી હતી. આ કારણે જ આ વખતે મેચનો ટાઇમિંગ 7:30 PM કરવામાં આવી શકે છે.

જોકે, ફ્રેન્ચાઇઝી તેને લઇને અલગ મત ધરાવે છે અને તેમનું કહેવુ છે કે વર્કિગ ડેજમાં લોકો મેચ જોવા ઓછા આવશે કારણ કે લોકો તે સમય સુધી પોતાનું કામ ફિનિશ કરી શકશે. એક ફ્રેન્ચાઇઝીના અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું, જો તમે મેટ્રો સિટીમાં રહો છો જ્યા ઘણી ટ્રાફિક હોય છે, જેમ કે દિલ્હી, મુંબઇ અને બેંગલુરૂમાં હોય છે, શું લોકો માટે 6 વાગ્યે ઓફિસ છોડી સ્ટેડિયમમાં પહોચવુ આસાન હશે.

To Top
Translate »