Latest News

અમદાવાદમાં રમાશે IPLની ફાઇનલ!, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના સાક્ષી બનશે એક લાખથી વધુ લોકો

IPL2020 Final: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝનની હરાજી તાજેતરમાં જ પૂર્ણ થઇ છે. IPLની 13મી સીઝન ક્યારે શરૂ થશે અને તેની તારીખ હજુ ફાઇનલ થઇ નથી પરંતુ આ પેહલા આ વાતની ચર્ચા થઇ રહી છે કે આઇપીએલ 2020નો ફાઇનલ મુકાબલો ક્યા રમાશે. રિપોર્ટ્સ અનુસાર ભારતમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આઇપીએલ 2020નો ફાઇનલ મુકાબલો રમાશે.

અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના અમદાવાદના મોટેરામાં બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં આઇપીએલ 2020નો ફાઇનલ મુકાબલો રમાવો જોઇએ, જેનાથી બીસીસીઆઇને પણ ફાયદો થશે. મહત્વપૂર્ણ છે કે મોટેરાના નામથી જાણીતા આ સ્ટેડિયમ ફરી બનાવવામાં આવ્યુ છે, જેની દર્શક ક્ષમતા એક લાખની પાર છે. આ સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ કરાવવાની માંગ થઇ રહી છે, જેની પર બીસીસીઆઇ પણ વિચાર કરી રહી છે.

સ્ટેડિયમની બેઠક ક્ષમતા

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં દરજ્જો મેળવવાના થોડા મહિના દૂર આ સ્ટેડિયમનું કામ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020માં પુરો થઇ જશે. આ વચ્ચે એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવનની મેચ પણ રમાઇ શકે છે, જે એક લાખ 10 હજારની દર્શક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. એપ્રિલના અંત અથવા પછી મેના મિડમાં આઇપીએલ 2020ની ફાઇનલ રમાઇ શકે છે.

T20 મેચમાં દર્શકોની ક્ષમતાનો રેકોર્ડ બનાવવા માટે બીસીસીઆઇ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ 2020ની ફાઇનલ મેચ રમાડવાની યોજના બનાવી રહ્યું છે. જો આવુ થાય છે તો ગુજરાતમાં પ્રથમ વખત આઇપીએલનો ફાઇનલ મુકાબલો રમાશે.જોકે, હજુ સુધી નિયમ અનુસાર મુંબઇ ઇન્ડિયન્સ પાસે અધિકાર છે કે તે ક્યા ફાઇનલ આયોજિત કરાવશે, કારણ કે આ ટીમ વર્તમાન ચેમ્પિયન છે. જો અહી મેચ રમાય છે તો બીસીસીઆઇને પણ ઘણો નફો થશે કારણ કે અહી એક લાખથી વધુ દર્શક ટિકિટ ખરીદવા પહોચશે.

To Top
Translate »