IPL

IPLની આ વખતે નહી યોજાય ઓપનિંગ સેરેમની, જવાનોના પરિવારજનોને કરવામાં આવશે મદદ

આઇપીએલ 2019ની ઓપનિંગ સેરેમની આ વખતે નહી યોજવામાં આવે, જેની માટે રાખવામાં આવેલી રકમ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનોને આપવામાં આવશે. આઇપીએલની 12મી સિઝનનો 23 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે.

IPLની નહી યોજાય ઓપનિંગ સેરેમની

COAના પ્રમુખ વિનોદ રાયે કહ્યું, અમે આઇપીએલમાં કોઇ ઉદઘાટન સમારંભ નહી કરીએ અને તેની માટેનું બજેટ રાખવામાં આવ્યુ છે તે શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. ચેન્નાઇ સુપરકિંગ્સ 23 માર્ચે આઇપીએલની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટકરાશે.

To Top