Expert Comment

IPLની મંગળવારે જયપુરમાં હરાજી, 346 ખેલાડી લેશે ભાગ, 70 ખેલાડીની થશે પસંદગી

IPLની હરાજી 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે.346 ખેલાડી આ હરાજીમાં ભાગ લેશે જેમાંથી 70 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. જેમાં 50 ભારતીય અને 20 વિદેશી ખેલાડીનો સમાવેશ થાય છે.યાદીમાં કોઇ પણ ભારતીય ક્રિકેટર સૌથી વધુ 2 કરોડ બેસ પ્રાઇસની યાદીમાં નથી. આ યાદીમાં સામેલ નવ વિદેશી ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડનો બ્રેન્ડન મેક્કુલમ (37 વર્ષ) સૌથી વધુ ઉંમરનો ક્રિકેટર છે. જ્યારે ઇંગ્લેન્ડનો ઓલ રાઉન્ડર સેમ કર્રન (20 વર્ષ) સૌથી યુવા છે. આ યાદીમાં ખેલાડીઓની એવરેજ ઉંમર 30.6 વર્ષ છે.એવુ માનવામાં આવે છે કે ટી-20 યુવાઓની રમત છે પરંતુ ટૉપ બેસ પ્રાઇસ લિસ્ટમાં સામેલ પાંચ 30 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓના નામે સૌને ચોકાવ્યા છે. જેથી ઉંમરનું પ્રદર્શનથી કોઇ લેવા દેવા નથી. ગત વખતે પણ સૌથી વધુ ઘરડી ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે ખિતાબ જીત્યો હતો, આ ટીમનો કેપ્ટન એમએસ ધોની ખુદ 36 વર્ષનો હતો.

9માંથી 5 ખેલાડી ઓલ રાઉન્ડર

ટૉપ લિસ્ટમાં નવમાંથી પાંચ ખેલાડી ઓલ રાઉન્ડર છે. આઇપીએલમાં ઓલ રાઉન્ડર ખેલાડીઓની માંગ વધુ છે. આ યાદીમાં મેક્કુલમ સિવાય, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, એન્જેલો મેથ્યૂઝ, શોન માર્શ, ડાર્શી શોર્ટ, કોરી એન્ડરસન, કોલિન ઇનગ્રામ અને સેમ કર્રન સામેલ છે. જેમાંથી વોક્સ, શોર્ટ, એન્ડરસન, મેથ્યૂઝ, અને કરન ઓલ રાઉન્ડર છે.

1.5 કરોડની યાદીમાં એક ભારતીય

1.5 કરોડની યાદીમાં નવ વિદેશી અને એક ભારતીય (જયદેવ ઉનડકટ), 1 કરોડની યાદીમાં 15 વિદેશી અને ચાર ભારતીય, 75 લાખની યાદીમાં 16 વિદેશી અને 2 ભારતીય, 50 લાખની યાદીમાં 44 વિદેશી અને 18 ભારતીય ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.

ઉનડકટ સૌથી વધુ બેસ પ્રાઇસ ધરાવતો ભારતીય

ભારતીય ખેલાડીઓમાં સૌથી વધુ બેસ પ્રાઇઝ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને મળી છે. ઉનડકટની બેસ પ્રાઇસ 1.5 કરોડ છે. ઉનડકટને ગત વખતે 11.5 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તે 10મી સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં 29માં સ્થાને હતો. ઉનડકટે 15 મેચમાં 11 વિકેટ ઝડપી હતી.

યુવરાજની બેસ પ્રાઇઝ ઘટીને 1 કરોડ થઇ

કિંગ્સ ઇલેવન પંજાબના પૂર્વ ઓલ રાઉન્ડર યુવરાજ સિંહ અને સ્પિનર અક્ષર પટેલને એક કરોડની બેસ પ્રાઇસ યાદીમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ વિકેટકીપર રિદ્ધિમાન સાહા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ છે. ગત વર્ષે પંજાબે યુવરાજને તેની બેસ પ્રાઇસ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તેને 8 મેચમાં માત્ર 65 રન બનાવ્યા હતા.

To Top