Local Cricket

ગુજરાત ટેક્નોલોજીક્લ યુનિવર્સિટી દ્વારા ઈન્ટર ઝોન કિક્રેટ ટુર્નામેન્ટ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ વડોદરાની નીઓટેક ઈન્સ્ટટ્યિૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા એડવીક ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જીટીયુ સ્પિરિટ ૨૦૧૯ ઈન્ટર ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનું ૧૪ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ ૮ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીટીયુ સાથે સંલગ્ન અમદાવાદ, ગાંધીનગર, વિદ્યાનગર, સુરત અને રાજકોટ ઝોનમાંથી દરેક ઝોનની વિજેતા અને ઉપવિજેતા ટીમોં મળીને કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.

૪૦ ઓવરની આ સ્પર્ધામાં ફાઈનલ મેચ સરકારી ઈજનેરી કોલેજ રાજકોટ અને સિલ્વર ઓક એન્જિનિરીંગ કોલેજ અમદાવાદ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને સિલ્વર ઓફ એન્જિનિયરીંગ કોલેજ ટીમે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતું અને ૪૦ ઓવરમાં ટીમે ૨૬૬ રન કર્યા હતા. જવાબમાં ૨૬૭ રનના લ-યનો પીછો કરનાર સરકારી ઈજનેરી કોલેજ રાજકોટની આખી ટીમ ૨૫૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ રીતે ફાઈનલ મેચ સિલ્વર ઓફ એન્જિનિરીંગ કોલેજ ટીમ ૧૧ રનથી જીતી હતી અને જીટીયુ સ્પિરિટ ૨૦૧૯ ક્રિકેટની ચેમ્પિયન બની હતી. જયારે સરકારી ઈજનેરી કોલેજ રાજકોટની ટીમ ઉપવિજેતા બની હતી. ક્રિકેટ ટુર્નામેન્ટનું સંચાલન નીઓટેક ઈન્સ્ટટ્યિૂટ ઓફ ટેક્નોલોજીના સ્પોટર્સ કોઓર્ડિનટર પ્રો. પાર્થ પટેલ, પ્રો. દુર્ગશ પટેલ તથા પ્રો. પિયુષ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં હાજર રહેલ જીટીયુ સ્પોર્ટસ ઓફિસર ડોે. આકાશ ગોહિલ, નીઓટેક ઈન્સ્ટટ્યિૂટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સિપાલ ડો. નીપા દેસાઈ, જીટીયુ ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપના વડોદરા રીજન કોઓર્ડિનેટર નિખિલ સુથાર અને એસ.વી.આઈ.ટી. કોલેજના સ્પોર્ટસ કોઓર્ડિનેટર વિકાસ અગ્રવાલના હસ્તે ટુર્નામેન્ટની વિજેતા ટીમ સિલ્વર ઓફ એન્જિનિરીંગ કોલેજને જીટીયુ સ્પિરિટ ૨૦૧૯ ચેમ્પિયનશિપનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મેચમાં ૧૦૭ રન બનાવનાર સિલ્વર ઓફ એન્જિનિયરીંગ કોલેજના કુલદીપ રાવલને મેન ઓફ ઘી મેચનો ખિતાબ, ટુર્નામેન્ટમાં બેટિંગ અને બોલિંગથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સરકારી ઈજનેરી કોલેજ રાજકોટના માર્શલ ચાપલાને (૧૮૩ રન + ૪ વિકેટ) પ્લેયર ઓફ ટુર્નામેન્ટ અને બેસ્ટ બેટ્સમેન ઓફ ટુર્નામેન્ટ તથા એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના મયંક પટેલને (૬ ઓવર ૨૪ રનમાં ૫ વિકેટ) બેસ્ટ બોલર ઓફ ટુર્નામેન્ટનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

To Top
Translate »