Latest News

વિરાટ કોહલીએ ફટકારી ટેસ્ટ કરિયરની 26મી સદી, બનાવ્યો રેકોર્ડ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ પૂણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 3 વિકેટ ગુમાવી 356 રન બનવી લીધા છે. વિરાટ કોહલી (Virat Kohli) લંચ સુધી (104 રન) અને અજિંક્ય રહાણે (58 રન) રમતમાં છે. વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરની 26મી સદી ફટકારી હતી.

26મી ટેસ્ટ સદી ફટકારી કોહલીએ બનાવ્યો રેકોર્ડ

કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ કરિયરની 26મી સદી ફટકારી હતી. કોહલીએ પોતાની 81મી ટેસ્ટ મેચની 138મી ઇનિંગ્સમાં પોતાની 26મી ટેસ્ટ સદી ફટકારી છે. કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 સદી ફટકારનાર બેટ્સમેન યાદીમાં બીજા નંબરે પહોચી ગયો છે. ભારત તરફથી સચિન તેંડુલકરે (Sachin Tendulkar) 136 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સુનીલ ગાવસ્કરે 144 ઇનિંગ્સમાં 26 ટેસ્ટ સદી ફટકારી હતી.

સૌથી ઓછી ઇનિંગ્સમાં 26 ટેસ્ટ સદી ફટકારવાની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન બેટ્સમેન સર ડૉન બ્રેડમેન આ યાદીમાં ટોપ પર છે. બ્રેડમેને 69 ઇનિંગ્સમાં 26 સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ 121 ઇનિંગ્સમાં 26 સદી ફટકારી હતી.

સચિનના નામે છે રેકોર્ડ

ટેસ્ટમાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચમાં 51 સદી ફટકારી છે. જ્યારે બીજા નંબર પર જેક્સ કાલિસ છે, કાલિસે 45 સદી ફટકારી છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે 41 સદી ફટકારી છે. તાજેતરમાં રમતા બેટ્સમેનોની વાત કરીએ તો સ્ટીવ સ્મિથ અને વિરાટ કોહલી બન્ને 26-26 સદી ફટકારી છે.

To Top
Translate »