IPL

IPL 2020 પહેલા રમાનારી ઓલ સ્ટાર મેચમાં ફર્યુ પાણી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન પહેલા રમાનારી ઓલ સ્ટાર મેચ પર પાણી ફરી ગયુ છે. હવે આ મેચ લગભગ રદ થઇ ગઇ છે.

આ મેચ આઇપીએલ 2020ની (IPL 2020) શરૂઆતના મુકાબલાના ત્રણ દિવસ પહેલા રમાવાની હતી પરંતુ આ મેચને ટૂર્નામેન્ટના અંતમાં સ્થગિત કરી દેવામાં આવી છે. આ વાતની પૃષ્ટી આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે કરી છે.

જેનો અર્થ એવો થયો કે હવે ઓલ સ્ટાર મેચનું આયોજન IPL 2020ની ફાઇનલ બાદ કરવામાં આવશે. ગત મહિને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મળેલી મહત્વની બેઠકમાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઓલ સ્ટાર મેચની જાહેરાત કરી હતી.

આ મામલે આઇપીએલ (IPL) ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન બૃજેશ પટેલે કહ્યુ કે, અમે આ મેચને રદ નહી પણ તેને સ્થગિત કરવામાં આવી છે. પટેલે કહ્યુ, ‘અમે જોવા માંગીએ છીએ કે ખેલાડી આઇપીએલમાં કેવુ પ્રદર્શન કરે છે અને તેના આધાર પર આ મેચ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ કારણ છે કે આઇપીએલ ફાઇનલ બાદ આ મેચનું આયોજન થશે.’

મુંબઇ મિરરમાં છપાયેલા સમાચાર અનુસાર, આ મેચ 29 માર્ચે યોજાવાની હતી. એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાનારી મેચ 25 કે 26 માર્ચે મોટેરાના નવા સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાશે એવામાં આ મેચને મુંબઇમાં આયોજિત કરવાની ચર્ચા કરવામાં આવતી હતી પરંતુ હવે બોર્ડ આ મેચનું આયોજન નહી કરે. મહત્વપૂર્ણ છે કે, આઇપીએલની 13મી સીઝનનો પ્રથમ મુકાબલો 29 માર્ચે ગત વિજેતા મુંબઇ ઈન્ડિયન્સ અને ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) વચ્ચે મુંબઇના વાનખેડે (Mumbai Indians) સ્ટેડિયમમાં થશે.

To Top
Translate »