IPL

ભારતમાં જ રમાશે IPL 2019, 23 માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ

IPL 2019નું આયોજન ભારતમાં જ થશે. આઇપીએલની 12મી સીઝન 23 માર્ચથી રમાશે. આ પહેલા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા IPLની આગામી સીઝનને વિદેશમાં યોજવાનું કહેવામાં આવતુ હતું.

ભારતમાં જ રમાશે આઇપીએલ

આઇપીએલના વેન્યૂને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે વાત કરી આઇપીએલની 12મી સીઝનના આયોજન પર નિર્ણય લેવામાં આવ્યો હતો. બીસીસીઆઇ અનુસાર IPL-12નું આયોજન 23 માર્ચથી થશે. આઇપીએલ 2019નો કાર્યક્રમ જાહેર થયા પહેલા સીઓએ સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરશે.

IPL બાદ રમાશે વર્લ્ડકપ

IPL બાદ ભારતીય ટીમ વર્લ્ડકપમાં ભાગ લેશે. વર્લ્ડકપ 30 મેથી 14 જુલાઇ સુધી ઇંગ્લેન્ડમાં રમાશે. લોઢા સમિતીની ભલામણો અનુસાર આઇપીએલ અને કોઇ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ વચ્ચે 15 દિવસનો ગેપ રહેવો જરૂરી છે.

2009 અને 2014માં આઇપીએલ વિદેશમાં રમાઇ હતી

લોકસભાની ચૂંટણીને કારણે 2 વખત આઇપીએલની ટૂર્નામેન્ટ વિદેશમાં રમાઇ હતી. વર્ષ 2009માં દક્ષિણ આફ્રિકા અને 2014માં યૂએઇમાં આઇપીએલ રમાઇ હતી.

To Top