Off The Field

ભારતની મેચમાં યુવકે ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ,રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

વર્લ્ડકપ 2019નો રોમાંચ ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની એક મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ભારત આ મેચ જીતી ગયુ છે પણ સ્ટેડિયમમાં એક યુવકે યુવતીને ખુલ્લેઆમ પ્રપોઝ કર્યુ હતું. જેનો યુવતીએ સ્વીકાર કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક યુવક અને એક યુવતી છે, બન્ને બ્લૂ જર્સી રંગના કપડામાં જોવા મળી રહ્યાં છે. યુવતી જે સ્ટેડિયમમાં બેસીને મેચ જોતી હતી. આ દરમિયાન એક યુવક તેની પાસે આવે છે અને તેને હાથ પકડીને ઉભી કરે છે. ખુદ પોતાના ઘૂંટણીયે બેસી જાય છે અને યુવતી તેને ગળે લગાવે છે. પછી યુવક એક બોક્સમાં રાખેલી વીંટીને કાઢે છે અને તેને પૂછે છે વિલ યૂ મેરી મી? યુવતી હાં કરે છે અને યુવક તેને વીંટી પહેરાવે છે. આ જોઇ તમામ લોકો ખુશીમાં હુટિંગ પણ કરે છે અને પછી બન્ને ગળે લાગે છે. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઓડિયન્સમાં પણ ‘હાઉજ ધ જોશ’, ‘હાઉજ ધ જોશ’ કહીને યુવતી પૂછી રહી છે તો યુવક પણ રિપ્લાયમાં હાઇ સર કહી રહ્યો છે. અંવિતા જેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કર્યો છે. આ સ્ટેડિયમમાં મેચ દરમિયાન પ્રપોઝનો વીડિયો છે.

To Top
Translate »