Latest News

પુલવામા આતંકી હુમલા પર ક્રિકેટર્સે દુખ વ્યક્ત કર્યુ, ગંભીરે કહ્યું- હવે યુદ્ધના મેદાનમાં વાતચીત

જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં 44 જવાન શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલા બાદ આખો દેશ ગુસ્સામાં છે.ભારતીય ક્રિકેટર્સે પણ આ હુમલાને  લઇને પ્રતિક્રિયા આપી છે. ગૌતમ ગંભીરે કહ્યું છે કે હવે ટેબલ પર વાતચીત છોડી યુદ્ધના મેદાનમાં ઉતરવુ જોઇએ.

ગંભીરે ટ્વીટ કરી કહ્યું, ‘હાં, વાત કરીએ છીએ અલગાવવાદીઓ સાથે, વાત કરીએ છીએ પાકિસ્તાન સાથે પરંતુ આ વખતે વાતચીત ટેબલ પર નહી પણ મેદાન-એ જંગમાં થવી જોઇએ, હવે ઘણુ થયુ’

To Top