Latest News

જો ટીમ મેનેજમેન્ટનો સપોર્ટ મળતો તો એક અન્ય વર્લ્ડકપ રમી શકતો હતો

પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે દાવો કર્યો છે કે ઇન્ટરનેશનલ કરિયરના અંતિમ પડાવમાં ટીમ મેનેજમેન્ટે તેને નિરાશ કર્યો હતો, તેમણે કહ્યું કે જો તેમણે પુરૂ સમર્થન ના મળ્યુ હોત તો તે 2011માં શાનદાર પ્રદર્શન બાદ વધુ એક વર્લ્ડકપ રમી શકતા હતા. યુવરાજ સિંહે આજતકને કહ્યું, ‘મને દુખ થાય છે કે 2011 બાદ હું એક અન્ય વર્લ્ડકપ ના રમી શક્યો. ટીમ મેનેજમેન્ટ અને તેની સાથે જોડાયેલા લોકોનો મને મુશ્કેલથી કોઇ સહયોગ મળ્યો. જો આ રીતનું સમર્થન મને મળ્યુ હોત તો ભાગ્યે જ હું એક અન્ય વર્લ્ડકપ રમી શક્યો હોત.

બહાર કરવામાં આવતા હેરાન હતો

યુવરાજે કહ્યું, ‘પરંતુ જે પણ ક્રિકેટ મે રમી, તે પોતાના દમ પર રમ્યો. મારો કોઇ ગોડફાધર નહતો. યુવરાજે કહ્યું કે ફિટનેસ માટે અનિવાર્ય ‘યો-યો ટેસ્ટ’ પાસ કરવા છતા મને નજરઅંદાજ કરાયો હતો. યુવીએ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે પીછો છુડાવવાની રીત શોધ્યા વગર તેની કરિયરના સબંધમાં સ્પષ્ટ વાત કરવી જોઇતી હતી. યુવરાજે કહ્યું, ‘મે ક્યારેય નહતું વિચાર્યુ કે મને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આઠથી 9 મેચમાં 2માં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા બાદ મને ટીમની બહાર કરી દેવામાં આવશે. હું ઇજાગ્રસ્ત થઇ ગયો અને મને શ્રીલંકા સિરીઝ માટે તૈયારી માટે કહેવામાં આવ્યુ.

લોકોને લાગ્યુ આ ઉંમરમાં યો-યો ટેસ્ટ પાસ નહી કરી શકુ

યુવરાજે કહ્યું, અચાનક મારે પરત આવવુ પડ્યુ અને 36 વર્ષની ઉંમરમાં યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી. અહી સુધી કે યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ મને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યુ, તેણે એવુ લાગ્યુ હતું કે હું આ ઉંમરમાં આ ટેસ્ટ પાસ નહી કરી શકું. જેની માટે મને બહાર કરવામાં આસાની થઇ જાત. યુવરાજે કહ્યું, મને લાગે છે કે આ દુર્ભાગ્યપૂર્ણ હતું, કારણ કે જે ખેલાડીએ 15-16 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હોય, તેને તમે સીધા બેઠીને વાત કરવી જોઇએ. મને કઇ નથી કહ્યું, ના કોઇએ વિરેન્દ્ર સેહવાગ અથવા ઝહિર ખાનને આવુ કહ્યું.

તેમ છતા યુવરાજે કહ્યું કે રમતમાંથી સંન્યાસ લેવાના સમયને લઇને કોઇ પછતાવો નથી. યુવીએ કહ્યું, મારા મગજમાં કેટલીક વસ્તુ ચાલી રહી હતી. વર્લ્ડકપ શરૂ થઇ ગયો હતો અને ટીમ આગળ વધી રહી હતી. હું ભારત બહાર કેટલીક ક્રિકેટ રમવા માંગતો હતો. જીવન આગળ નહતું વધી રહ્યું, આ તણાવપૂર્ણ હતું. યુવરાજે કહ્યુ, મારા કેટલાક વર્ષ પહેલા લગ્ન થયા હતા, માટે હું ઘરે પણ ધ્યાન આપવા માંગતો હતો. મારી માટે કરિયરનો અંત થોડો બોઝ બનતો જઇ રહ્યો હતો.

યુવીએ કહ્યું, જો મને ભારતની બહાર લીગમાં રમવાનું હોત તો મને સંન્યાસ લેવો પડતો તો મે વિચાર્યુ કે આ યોગ્ય સમય હશે. વસ્તુ સાચી દિશામાં આગળ નહતી વધી રહી, માટે મે વિચાર્યુ કે યુવાઓ માટે ટીમને આગળ વધારવાનો આ યોગ્ય સમય છે અને મારી માટે સંન્યાસ લેવો યોગ્ય હશે.

To Top
Translate »