Latest News

વર્લ્ડકપની એક ઇનિંગ્સ અને આ રીતે ટીમ ઇન્ડિયાનો મિસ્ટર વિશ્વાસપાત્ર બની ગયો જાડેજા

ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પ્રદર્શનમાં આવેલા મોટા બદલાવથી હવે ટીમ ઇન્ડિયા માટે મહત્વનો ખેલાડી સાબિત થઇ રહ્યો છે. રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હવે ત્રણેય ફોર્મેટમાં પોતાની જગ્યા પાક્કી કરી ચુક્યો છે અને તેના રમવાથી ટીમ ઇન્ડિયાને ઘણુ સંતુલન મળે છે.

વર્લ્ડકપ 2019 બાદથી જ રવિન્દ્ર જાડેજાનો બદલાયેલો ચહેરો જોવા મળે છે. આ ઇનિંગ્સ રવિન્દ્ર જાડેજાના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ છે. ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ મેચમાં જાડેજાએ 77 રનની ઇનિંગ્સ રમી હતી.જોકે, આ મેચમાં ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો પરંતુ જાડેજાએ પોતાના ટિકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલા બે ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યુ. બેટ્સમેનો માટે સારી પિચ પર જાડેજાએ ઘણી સારી બોલિંગ કરી. પ્રથમ બે ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાએ કુલ 3 વિકેટ ઝડપી હતી.

બીજી ટી-20 મેચમાં જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ‘મને લાગે છે કે જાડેજાએ અસાધારણ બોલિંગ કરી.
બીજી ટી-20 મેચમાં રવિન્દ્ર જાડેજાની(Ravindra Jadeja) બોલિંગ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. કોહલીએ જાડેજાને 11મી ઓવરમાં બોલ સોપ્યો હતો, તે સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવરમાં 2 વિકેટે 74 રન હતો. જાડેજાએ 11મી ઓવરના બીજા બોલ પર કોલિન ડી ગ્રાન્ડહોમને પેવેલિયન મોકલ્યો હતો. તે બાદ પોતાની આગામી ઓવરમાં વિલિયમનસને આઉટ કરી મેચનું પરિણામ બદલી નાખ્યુ હતું.

 

ન્યૂઝીલેન્ડના નાના મેદાન પર સ્પિન બોલરો માટે ઘણો મુશ્કેલ માનવામાં આવે છે પરંતુ જાડેજાએ માત્ર 4.50 ઇકોનોમી રેટ સાથે રન આપ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમને 132 રન પર રોકવા માટે જાડેજાને મેન ઓફ ધ મેચ મળવો જોઇતો હતો.

 

રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) બોલિંગ સાથે બેટિંગમાં પણ સુધારો થયો છે. જાડેજા હવે નીચેના ક્રમમાં પોતાની દમદાર બેટ્સમેન પ્રદર્શનના દમ પર ટીમ ઇન્ડિયાને મજબૂતી આપી રહ્યા છે. આ ખેલાડીની બેટ્સમેનોમાં સુધાર ભવિષ્યમાં ભારતીય ટીમ માટે ઘણો મહત્વ હશે. 2020 ટી-20 વર્લ્ડકપમાં રવિન્દ્ર જાડેજા પોતાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગતી કમાલ કરી શકે છે.

રવિન્દ્ર જાડેજાના નામે અનેક રેકોર્ડ પણ નોંધાયેલા છે. રવિન્દ્ર જાડેજાને અર્જૂન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યો છે.

To Top
Translate »