Latest News

ભારતીય ક્રિકેટરે ઘૂંટણીયે પડીને ગર્લફ્રેન્ડને કર્યુ હતુ પ્રપોઝ, હવે 1500 મહેમાનો વચ્ચે કર્યા લગ્ન

ભારતીય ક્રિકેટર હનુમા વિહારીએ હોમટાઉન હનમકોડા, વારંગલમાં પોતાની ગર્લફ્રેન્ડ ફેશન ડિઝાઇનર પ્રીતિ રાઝ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન દરમિયાન બન્નેના પરિવાર અને મિત્રોની સાથે-સાથે કેટલાક મહેમાન પણ હાજર હતા. આ મહેમાનોમાં કેટલાક ક્રિકેટર અને કોચ પણ સામેલ હતા. આશરે 1500 મહેમાનો વચ્ચે હનુમા અને પ્રીતિ લગ્ન કર્યા હતા.

ભારતીય ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

હનુમા વિહારીએ ઘૂંટણીયે બેસીને ગર્લફ્રેન્ડ પ્રીતિને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. હનુમા વિહારીના લગ્નની તસવીર આર.શ્રીધરે પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે ભારત માટે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનારા હનુમા વિહારીએ પોતાની બેટિંગથી દિગ્ગજોને પ્રભાવિત કર્યા હતા. 7 સપ્ટેમ્બર,2018માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ડેબ્યૂ કરનારા હનુમા વિહારી ટેસ્ટમાં એક અડધી સદી ફટકારી ચુક્યો છે.

કેટલાક મહિનાની અંદર હનુમા વિહારીએ ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. લો-મિડલ ઓર્ડરમાં હનુમાને રોહિત શર્માની જગ્યાએ ટીમમાં તક આપવામાં આવી હતી. હનુમા વિહારી આઇપીએલમાં શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો પરંતુ તેને વધુ મેચ રમવાની તક મળી નહતી.

To Top