Latest News

દિવાળી પર હવે નહી થાય ચોક્કા-સિક્સરનો વરસાદ, BCCIએ લીધો નિર્ણય

દિવાળી અને ક્રિકેટનો સાથ લાંબા સમયથી ચાલતો આવે છે. કેટલાક વર્ષમાં કેટલીક વખત એવુ બન્યુ છે દિવાળી દરમિયાન અથવા દિવાળીના દિવસે મેચનું આયોજન કરવામાં આવ્યુ હોય.

પરંતુ હવે આવુ નહી થાય કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) અને તેના ઓફિશિયલ પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સનું માનવુ છે કે દિવાળીની આસપાસ મેચને વધુ મહત્વ નથી મળતું.

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે સ્ટાર અને બીસીસીઆઇ (BCCI) વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દિવાળીની આસપાસ મેચનું આયોજન ના કરવુ સારૂ રહેશે કારણ કે એક રિસર્ચે જણાવ્યુ છે કે લોકો આ દરમિયાન પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

બોર્ડના અધિકારીએ કહ્યું, “ઘરેલુ સિઝનની રણનીતિ બનાવવામાં કેટલીક વસ્તુ પર ધ્યાન આપવામાં આવ્યુ હતું જેમાં એક ભાગ વ્યૂઅરશિપનો હતો. ફેન્સનો વ્યવહાર હતો. સ્ટારે એમ જણાવ્યુ અને બોર્ડ સામે આ વાત રાખી કે દિવાળીની આસપાસ મેચને વધુ મહત્વ નથી મળતું.

બોર્ડ અધિકારીએ કહ્યું- “લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. આ સમય પરિવાર સાથે વિતાવવાનો વધુ હોય છે અને માટે ક્રિકેટ મેચને વધુ પ્રાથમિકતા નથી મળતી.

કાર્યકારીએ જણાવ્યુ કે, તેનાથી ખેલાડીઓને પણ આરામ મળશે અને તે પોતાના ઘરે જઇને પરિવાર સાથે તહેવાર મનાવી શકશે.

બોર્ડ અધિકારીએ જણાવ્યુ કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સિરીઝ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશ વિરૂદ્ધ સિરીઝ શરૂ થશે. બોર્ડ અધિકારીએ કહ્યું- દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટ પૂણેમાં 23 ઓક્ટોબરે પૂર્ણ થઇ રહી છે અને તે બાદ ટીમ બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ ટી-20 દિલ્હીમાં ત્રણ નવેમ્બરે રમશે. આ દરમિયાન ખેલાડી પોતાના ઘરે જઇને 27 ઓક્ટોબરે દિવાળી મનાવી પરત આવી શકશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રવિવારે 15 સપ્ટેમ્બરથી 3 મેચની ટી-20 સિરીઝ શરૂ થઇ રહી છે. આ સિરીઝ બાદ બન્ને ટીમ 3 મેચની ટેસ્ટ સિરીઝ પણ રમશે. જેની પ્રથમ મેચ 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં શરૂ થશે.

To Top
Translate »