Latest News

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ ડ્રો, ભારત 2-1થી શ્રેણી જીત્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. મેચનો પાંચમો દિવસ વરસાદને કારણે ધોવાઇ ગયો હતો. જેને કારણે બન્ને કેપ્ટને હાથ મીલાવીને મેચને ડ્રો જાહેર કરી હતી. ભારત 2-1થી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવી 622 રને ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા 300 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું જેને કારણે ફોલોઓન આપવામાં આવ્યું હતું.પૂજારાએ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં કુલ 521 રન બનાવ્યા હતા.

ચેતેશ્વર પૂજારા મેન ઓફ ધ મેચ અને સિરીઝ

ચેતેશ્વર પૂજારાએ ચોથી ટેસ્ટ મેચમાં 193 રન બનાવ્યા હતા જ્યારે રિષભ પંતે 159 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે પણ 77 રન જ્યારે હનુમા વિહારીએ 59 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે 1 વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી.

To Top