Latest News

સૌરવ ગાંગુલીએ એશિયન ઇલેવન માટે મોકલ્યા ભારતીય ખેલાડીઓના નામ

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને (BCB) એશિયા ઇલેવન ટીમ માટે પસંદગીના ખેલાડીઓના નામ મોકલી દીધા છે. બાંગ્લાદેશ પોતાના સંસ્થાપક શેખ મુજીબુર રહમાનની 100મી વર્ષગાંઠ પર એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે ઢાકામાં શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં 2 ટી-20 મેચ રમાડી રહી છે જે 18 અને 21 માર્ચે રમાશે. આ મામલા સાથે જોડાયેલા સુત્રએ કહ્યુ કે સૌરવ ગાંગુલીએ ખેલાડીઓના નામ બીસીબીને મોકલ્યા છે.

શરૂઆતમાં કઇક શક હતો કે ક્યા ખેલાડી તેમાં સામેલ થઇને રમશે. ઉપમહાદ્વીપનો ભાગ હોવાને કારણે પાકિસ્તાનના ખેલાડી પણ ટીમમાં રમશે અને આ સમયે ભારત-પાકિસ્તાનના સબંધ સારા નથી પરંતુ હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શિખર ધવન અને કુલદીપ યાદવ એશિયા ઇલેવનની ટીમમાં રમશે. નામોને મોકલવામાં કેટલોક સમય થઇ ગયો છે કારણ કે બાંગ્લાદેશ બોર્ડને ટીમ તૈયાર કરવા માટે બીસીસીઆઇ પાસે ખેલાડીઓના નામની યાદી જોઇતી હતી.

બીસીસીઆઇના સહાયક સચિવ જયેશ જોર્જે સ્પષ્ટ કરી દીધુ હતુ કે આ મેચ માટે પાકિસ્તાનના ખેલાડીઓને આમંત્રણ નથી મોકલવામાં આવ્યુ, તેમણે કહ્યુ કે અમને જે ખબર પડી છે કે એશિયા ઇલેવનમાં કોઇ પણ પાકિસ્તાની ખેલાડી નહી હોય. આ સંદેશ છે.’ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જોકે, કહ્યુ હતું કે આ બીસીબી દ્વારા પીસીબી ઉપર બીસીસીઆઇને મહત્વ આપવાની વાત નથી.

To Top
Translate »