Latest News

ગુયાનામાં વરસાદ બન્યો વિલન, ભારત વેસ્ટઈન્ડિઝની મેચ થઈ રદ્દ

ભારત અને વેસ્ટઈન્ડિઝની ટીમો વચ્ચે ગુરુવારે કો પ્રોવિડેંસ સ્ટેડિયમમાં રમાએલી પહેલી વન ડે મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝની ટીમો વચ્ચે ગુરુવારે કો પ્રોવિડેંસ સ્ટેડીયમમાં પહેલી મેચ રમાવામાં આવી હતી. વરસાદના કારણે આ આખી મેચ જ થોડી ઓવર રમાયા બાદ રદ્દ કરવી પડી હતી. ત્રણ મેચોની ટી-20 સીરીજ પછી આ વન ડેની પહેલી મેચ રમાઈ હતી. જો કે, જ્યારથી મેચ શરૂ થઈ ત્યારથી વાદળો છવાએલા હતા તો થોડી વારમાં તડકો જોવા મળતો હતો પરંતુ 5 ઓવર પછી વરસાદે વિક્ષેપ કર્યો એ પછી ખલેલ ચાલું રહેતા 13 ઓવર જ આ મેચ ચાલી હતી એ પછી મેચ રદ્દ જ કરવી પડી હતી.

મેચમાં વરસાદે ત્રણ વાર ખલેલ પહોંચાડી હતી. ત્રીજીવાર જ્યારે વરસાદ થયો ત્યારે વિન્ડિઝે 13 ઓવરોમાં એક વિકેટ ગુમાવી હતી. આ સાથે તેનો સ્કોર 54 રન પર પહોંચ્યો હતો. લુઈસ 40 રન પર અને હોપ 6 રન બનાવી રમી રહ્યા હતા. જ્યારે ઓપનિંગમાં આવેલો ગેલ વધારે રન બનાવી શક્યો નહોતો અને આઉટ થઈ ગયો હતો.

વરસાદના કારણે ઘટાડવી પડી હતી ઓવર

વરસાદ વારંવાર ખલેલ પહોંચાડતો હતો. વરસાદ મેચ શરૂ થયા પહેલા જ ઝાપડા સાથે પડ્યો હતો. જેના કારણે ટૉસમાં પણ લેટ થયું હતું. વરસાદ રોકાઈ ગયા બાદ મેચ શરુ કરવામાં આવી હતી. જેમાં ભારતે ટૉસ જીતી વિન્ડિઝને મેચ માટે ઓમંત્રણ આપ્યું હતું. જ્યારે વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓ બેટીંગ માટે પહોંચ્યા ત્યારે મેચ 43 ઓવરની કરી દેવામાં આવી હતી કેમ કે મેચ ઘણી લેટ શરૂ થઈ હતી. ત્યારે ફક્ત 5.4 ઓવર માંડ રમાઈ હતી તેવામાં જ ફરી વરસાદ પડ્યો જ્યારે વરસાદ રોકાયો ત્યારે ફરીવાર મેચ શરૂ કરાઈ અને એ સમયે ટીમને 34 ઓવરો આપવામાંઆવી હતી.

વિરાટે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અ્ને વિન્ડિઝને પહેલા બેટીંગ માટે આમંત્રિત કર્યું હતું. ભારતે આ મેચમાં શ્રેયસ ઐય્યરને મોકો આપ્યો. ટી-20 સીરીજમાં દમદાર બોલિંગ કરવાવાળા નવદીપ સૈની આ મેચમાં અંતિમ 11માં જગ્યા બનાવી શક્યો નહોતો.

જો કે, ભારતીય ટીમ અત્યાર ટી-20 સીરીજ પોતાના નામે કરી અને વિરોધી ટીમને વાઈટ વૉશ કર્યા બાદ ઘણી ફોર્મમાં દેખાઈ રહી છે. જેમાં બેસ્ટમેન પણ લયમાં જોવા મળી રહ્યા છે આ સાથે સાથે બોલિંગમાં પણ થોડા ધણા અંશે ફેરફાર જોવા મળ્યો છે. જેમાં ટીમના નવા બોલર ચાહર પણ બોલિંગમાં 3 વિકેટ ટી-20માં ઝડપવામાં સફળ રહ્યો હતો. જેથી આ વન ડે સીરીજ પણ ટી-20ની જેમ ભારત જીતશે તેવી આશા વધારે સેવાઈ રહી છે. જો કે, હજુ બીજી બે વન ડે મેચ રમવાની છે ત્યારે ટીમ અત્યારથી ફોર્મમાં નજરે પડી રહી છે.

પ્લેઈંગ 11

ભારત : રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, પંત, કેદાર જાદવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભૂવી, મોહમ્મદ શમી, ખલીલ અહમદ

વેસ્ટઈન્ડિઝ: ઈવન લુઈસ, ક્રિસ ગેલ, શાઈ હોપ, નિકોલસ, શિમરોન, હેટમેયર રોસ્ટન ચેસ, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફૈબિયન એલન, શેલ્ડન કટોરેલ, કેમાર રોચ.

વિરાટ કોહલીએ મેદાન પર ગેલ સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

 

 

To Top
Translate »