Expert Comment

વેસ્ટઈન્ડીઝ પર ભારે ટીમ ઈન્ડિયા: 17 વર્ષમાં એક પણ ટેસ્ટ સીરીજ નથી હાર્યું ભારત

2002થી વેસ્ટઈન્ડિઝ (West Indies) ભારત (India) સામે એક ટેસ્ટ મેચ જીતવા માટે પણ તરસી રહ્યું છે : 17 વર્ષથી છે ભારતનો દબદબો

ભારતીય ટીમ ટી-20 અને વન ડે મેચો રમ્યા બાદ હવે ટેસ્ટ સીરીજ રમશે. જો કે, એ પહેલા ટી-20 અને વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝને એક પણ મેચ તેમની જ ધરતી પર જીતવા નથી દીધી. જેથી ટીમ ઈન્ડિયાનો જુસ્સો અહીં જોવા મળે છે. આ સાથે જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયા આ સીરીજમાં પણ કમાલ બતાવશે.

ભારતીય ટીમ ટેસ્ટ સીરીજ રમવા જઈ રહી છે. ત્યારે આ પહેલા ટી-20માં 3-0થી અને વન ડેમાં 2-0થી ટીમે કબજો મેળવ્યો છે. બે ટેસ્ટમાંથી સીરીજની પહેલી મેચ 22થી 26 ઓગસ્ટ સુઘી રમાશે વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ બન્ને ટીમોનો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત પહેલો મુકાબલો હશે.

વેસ્ટઈન્ડિઝ (West Indies) સામે ભારતનો ટેસ્ટ ઈતિહાસ (1948થી લઈને 2019 સુધી) 1 વર્ષ જુનો છે. આ દરમિયાન 23 ટેસ્ટ સીરીજ રમાઈ છે જેમાં ભારત (Team India) 9 સીરીજમાં જ વિજેતા રહ્યું. બન્ને વચ્ચે 2 સીરીજ ડ્રા રહી છે. જ્યારે 12 સીરીજ કેરેબિયાઈ ટીમ જીતી છે.

વેસ્ટઈન્ડિઝ સામે ભારતીય ટીમે સતત સીરીજ ગુમાવી છે. કેરિબિયાઈ ટીમ સામે તેને પહેલી સીરીજ જીતવામાં 23 વર્ષ લાગી ગયા હતા. 2002 પછી એક દમ બદલાવ જોવાયો. આ દરમિયાન વેસ્ટઈન્ડિઝ ટીમ ભારતીય ટીમ સામે એક જીત માટે તરસી રહી છે.

2002થી 2019, એટલે કે, 17 વર્ષથી વેસ્ટઈન્ડિઝ (West Indies) સામે ટીમ ઈન્ડિયાએ વિના કોઈ ટેસ્ટ ગુમાવતા સતત 7 ટેસ્ટ સીરીજ જીતી છે. આ દરમિયાન બન્ને વચ્ચે 21 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં ભારતે 12 ટેસ્ટ મેચ જીતી, જો કે, મજાની વાત એ છે કે, વેસ્ટઈન્ડિઝના ભાગે એક પણ જીત નથી નોંધાઈ.

વેસ્ટઈન્ડિઝની ધરતી પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો છે. કેમ કે, ભારત ત્યાં 13 વર્ષથી અવિજિત છે. તેને 2006માં અત્યાર સુધી ત્રણ સીરીજ રમી છે અને ત્રણેયમાં ભારતે જીત મેળવી છે. આ દરમિયાન ભારતે વેસ્ટઈન્ડિઝમાં 11 ટેસ્ટ રમી છે અને 4માં જીત મેળવી છે, જ્યારે 7 ડ્રો ગઈ છે.

જો કે, ભારતની યુવા ટીમ ફરી એકવાર આ જ રેકોર્ડને કાયમ કરવા માટે મેદાને ઉતરશે. જો કે, તેનો પ્રભાવ આગળની ટી-20 અને વન ડે ટીમમાં કેરેબિયન ટીમ જોઈ ચુકી છે. જો કે, જોવાનું એ રહેશે કે, ભારતની ટીમ અને તેના ખેલાડીઓ શું કમાલ કરે છે.

જો કે, વેસ્ટઈન્ડિઝની ટીમની જેમ ત્યાંના દર્શકોમાં પણ ટીમને લઈને નિરાશા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, જ્યારે પણ મેચ રમાય છે ત્યારે સ્ટેડીયમ ખાલીખમ વધારે જોવા મળતું હોય છે.

To Top
Translate »