Expert Comment

મોહાલી T20: દક્ષિણ આફ્રિકાને હરાવવા ટીમ ઇન્ડિયા તૈયાર

ભારત-દક્ષિણ આફ્રિકા (South Africa) વચ્ચે ટી-20 સિરીઝનો બીજો મુકાબલો 18 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી.

ધરમશાળામાં રવિવારે પ્રથમ મેચ એક પણ બોલ ફેકાયા વગર જ રદ થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાની નજર આ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવા પર હશે.

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે શાનદાર રમત બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. ભારતે (Team India) વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ટેસ્ટ,વન ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં ક્લીન સ્વીપ કર્યુ હતું.

ગત એક વર્ષમાં ટી-20માં ટીમ ઇન્ડિયાનું ફોર્મ કેવુ રહ્યું

એક વર્ષથી ટીમ ઇન્ડિયા ટી-20માં સારા ફોર્મમાં છે. આ દરમિયાન ભારતે 14 મેચ રમી છે, જેમાંથી તેને આઠ મેચમાં જીત મેળવી છે જ્યારે પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચમાં પરિણામ આવી શક્યુ નથી.

છેલ્લે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા અને ભારત ટી-20માં આમને સામને આવી હતી. જ્યાં ભારતે ત્રણ મેચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.

ટીમ ઇન્ડિયાનું મનોબળ ઉંચુ

ભારતે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝને દરેક ફોર્મેટમાં એક તરફી માત આપી હતી. વિન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ રનોનો વરસાદ કર્યો હતો બીજી તરફ બોલરોમાં યુવા નવદીપ સૈનીએ ડેબ્યૂ સિરીઝમાં ઘણા પ્રભાવિત કર્યા હતા.

વિન્ડીઝ અને દક્ષિણ આફ્રિકામાં જોકે, ઘણુ અંતર છે પરંતુ હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના આવવાથી યજમાન ટીમ વધુ મજબૂત બની ગઇ છે. વિન્ડીઝ પ્રવાસે તેને આરામ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકા (South Africa) નવા કેપ્ટન ક્વિન્ટન ડી કોકના નેતૃત્વમાં ઉતરી રહી છે અને તેનો પ્રયાસ એક નવી શરૂઆત કરવાનો છે, જ્યાં તે પોતાની જૂની ભૂલોને સુધારી નવી અને સારી ટીમ બનાવી શકે. દક્ષિણ આફ્રિકા ટીમને પણ સતત ત્રણ મેચમાં સફળતા મળી હતી. હવે તે ચોથી મેચમાં જીત મેળવવા ઉતરશે, તેને ત્રણ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

દક્ષિણ આફ્રિકામાં ત્રણ નવા ચહેરા

દક્ષિણ આફ્રિકન ટીમમાં ત્રણ નવા ચહેરાને શામેલ કરવામાં આવ્યા છે. ટેમ્બા બવુમા,બજરેન ફોર્ટ્યૂઇ અને એનરિક નોર્ટજેને પ્રથમ વખત ટી-20 ટીમમાં જગ્યા મળી છે. સીનિયર ખેલાડી ક્રિસ મોરિસની સાથે સાથે એડન માર્કરમ, થેયુનિસ ડે બ્રૂયન અને લુંગી નગિડીને ટીમમાં પસંદ કરવામાં આવ્યા નથી.

દક્ષિણ આફ્રિકા પાસે કાગિસો રબાડા જેવા બોલર છે, જે કોઇ પણ બેટિંગ ક્રમની કમર તોડવા માટે ઘણો છે. ટીમ પાસે વધુ અનુભવ નથી પરંતુ તે ભારતને પડકાર આપવાનો દમ ધરાવે છે.

બન્ને સંભવિત ટીમ

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર અને નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), રાસી વાન ડર ડુસૈન, ટેમ્બા બવુમા, જૂનિયર ડાલા, બજરેન ફોટ્યૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રીજ હેડ્રિક્સ, ડેવિડ મિલ્લર, એનરિક નોર્ટજે, આંદિલે ફેહુલકવાયો, ડ્વાયન પ્રીટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, જોર્જ લિંડે.

To Top
Translate »