Expert Comment

પાકિસ્તાન વિરૂદ્ધ ધવનની જગ્યાએ આ ખેલાડીને મળી શકે છે તક

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડકપ 2019નો સૌથી ચર્ચિત મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાશે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી આ મેચની કરોડો ક્રિકેટ ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાનની મેચ બન્ને દેશોના ક્રિકેટ ફેન્સ માટે મહત્વની હોય છે. બન્ને દેશ વચ્ચે સબંધ બગડ્યા બાદથી આ મેચ માત્ર આઇસીસી ઇવેન્ટ્સ અથવા એશિયા કપમાં જોવા મળે છે. આ મેચમાં ભારતીય ઓપનર શિખર ધવન નહી રમે. ધવન ઇજાને કારણે ત્રણ અઠવાડિયા માટે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે.

શિખર ધવનની જગ્યાએ દિનેશ કાર્તિક અથવા વિજય શંકરને તક મળી શકે છે. બીજી તરફ લોકેશ રાહુલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. આ મેચમાં ભારત અન્ય એક ફાસ્ટ બોલરને રમાડી શકે છે. એવામાં મોહમ્મદ શમી પણ વાપસી કરી શકે છે.

જીતની પ્રબળ દાવેદાર છે ભારત

ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે પાકિસ્તાન વિરૂદ્ધ આઇસીસી વર્લ્ડકપના મુકાબલામાં પ્રબળ દાવેદાર હશે. ભારત આ વર્લ્ડકપમાં 2 મેચ જીતી ચુકી છે.

ભારતની સંભવિત ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, દિનેશ કાર્તિક

પાકિસ્તાન ક્રિકેટ ટીમ

સરફરાઝ અહેમદ (કેપ્ટન),ઇમામ ઉલ હક, ફખર જમન, બાબર આઝમ, હેરિસ સોહેલ, હસન અલી, શાદાબ ખાન, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ હસનૈન, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર

To Top
Translate »