Expert Comment

પાકિસ્તાનને વર્લ્ડકપમાં ભારે પડ્યો છે સચિન, આ ખેલાડી પણ રહ્યાં છે ભારતની જીતના હીરો

ભારત અને પાકિસ્તાનની મેચ ભારે દબાવ વચ્ચે રમાતી હોય છે જેમાં એે ટીમ બાજી મારે છે જે આ દબાવને સહન કરે છે અને જીત સુધી પહોંચે છે. જેમાં ભારતનું અવ્વલ પ્રદર્શન છે.

ભારત-પાક મેચમાં સચિન ત્રણ મેચમાં સર્વશ્રેષ્ઠ ખલાડી રહ્યો હતો

2015માં કોહલીએ શાનદાર પારી સાથે શતક બનાવ્યું હતું

સિદ્ધુ અને વેંકટેશ પ્રસાદ પણ એક-એકવાર મેન ઓફ ધ મેચ રહ્યા હતા

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ખરખરીનો જંગ જામશે. ટીમ વિરાટ હજુ સુધી વર્લ્ડ કપમાં અજય રહી છે જેમાં ટીમ પાસે ત્રણ મેચના 5 પોઈન્ટ છે જેમાં ઑસ્ટ્રેલિયા અને આફ્રીકા જેવી દિગ્ગજ ટીમોને માત આપવામાં સફળ રહી હતી ટીમ ઈન્ડિયા. જ્યારે પાકિસ્તાનને અત્યાર સુધીની ચાર મેચમાં ફક્ત ત્રણ જ પોઈન્ટ મળ્યા છે. જો કે શ્રીલંકા સામે પાકિસ્તાનની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી જેમાં ઈન્ડિયાની ન્યૂઝિલેન્ડ સામે મેચ રદ્દ થઈ હતી. જો કે આજે મેનચેસ્ટરમાં રમાવા જઈ રહેલી મેચ પર બધાની નજર ટકેલી રહેશે કેમ કે વર્લ્ડ કપના આ સૌથી રોમાંચક સામનો રહેશે. જો કે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારતની જ જીત રહી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા 6 વાર જીત દર્જ કરી ચુકી છે.

ભારતને આ મેચમાં પણ એક જ આશા રહેશે અત્યારની ટીમ પણ જીતના આ રથને કાયમ બનાવી રાખે. જો કે જીતની આ સફરને ચાલુ રાખવામાં જે દિગ્ગજ ખેલાડીઓનું મોખરાનું નામ રહ્યું છે તેમના વિશે પણ જાણવા જેવું છે.

વર્લ્ડ કપ: સચિન તેંડુલકરે ડબલ પ્રદર્શન સાથે અપાવી હતી જીત

વર્લ્ડકપમાં પહેલી મેચ 1992માં થઈ હતી. જેમાં ઈમરાન ખાન, વસીમ અકર, મિયાંદાદ જેવા ખેલાડીઓ હતા. જેમાં ભારતે 216 રન 7 વિકેટ ગુમાવી બનાવ્યા હતા. જેમાં સચિન અણનમ 62 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના દાવસમાં સચિને 105 રનના સ્કોર પર આમિર સોહેલને આઉટ કર્યો હતો. જ્યાં મેચનો મિજાજ બદલાઈ જતા ભારત આ મેટ 43 રને જીતી ગયું હતું.

સચિનને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

વર્લ્ડ કપમાં સિદ્ધુએ 93 રન બનાવ્યા હતા જ્યારે જાડેજાએ 25 બોલમાં 45 રન બનાવ્યા હતા

વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઈનલ મેચ 1996માં થઈ હતી. આ દરમિયાન સિદ્ધુએ 93 રન બનાવ્યા હતા જ્યારે જાડેજાએ 25 બોલમાં 45 રન બનાવ્યા હતા. જેથી ભારતે 50 ઓવરમાં 287 રન બનાવ્યા હતા. જ્યાં બીજા છેડેથી અનવરની પહેલી જ વિકેટ 84 રને લેવામાં આવી હતી. જે પછી વિકેટો સતત પડતી રહી અને ટીમ 248માં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વેંકટેશની બોલિંગે ભારતને જીત અપાવી
1999ના માનચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતે 47 રનથી જીત હાંસલ કરી હતી. ભારતે 227 રનનો લક્ષ્યાંક પાકને આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 200 રન સુધી પણ પહોંચી નહોતી શકી. જવાબમાં વેંકટેશ્વરની ઘાતક બોલિંગથી ટીમ 180માં સમેટાઈ ગઈ હતી. 5 વિકેટ લેતા વેંકટેશ્વર મેન ઓફ ધ મેચ બન્યા હતા.

એકલા સચિનથી ટીમ હારી ગઈ
2003માં સચિને 75 બોલમાં 98 રન બનાવ્યા હતા. જે સાથે ભારતે 273નો લક્ષ્ય આપ્યો હતો. સચિનની ઝડપી બેટીંગ સામેના આ સ્કોરને પાકિસ્તાન ચેઝ નહોતી કરી શકી. જેથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે 2011માં પણ સેમિફાઈન ભારત-પાક વચ્ચે થી હતી. જેમાં પણ સચિન ફરી મેન ઓફ ધ મેચ બન્યા હતા. જેમાં સચિને 85 રનની શાનદાર ઈનિંગ રમી 260 રન ખડકી દીધા હતા. જેની સામે ટીમ પાકિસ્તાન 231 રનમાં સમેટાઈ ગઈ હતી.

જો કે એ પછી 2015ના વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ શાનદાર શતકીય પારી રમી ટીમને જંગી સ્કોર પર લાવી દીધો હતો. જે વર્લ્ડ કપ સૌ કોઈને યાદ છે.

To Top
Translate »