Latest News

ઈન્ડિયા-પાકની આજની મેચમાં હજારો કરોડનો સટ્ટો

વર્લ્ડ કપમાં સૌથી વધારે સટ્ટા બજાર ગરમ આ બન્ને દેશો વચ્ચેની મેચને લઈને થાય છે જેમાં આ વખતે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવા જઈ રહેલી મેચમાં હજારો કરોડોના મોટા સટ્ટાઓ લાગ્યા છે.
દિલ્હી એનસીઆરમાં પણ 2-3 હજાર કરોડનો સટ્ટો લાગ્યો

મેચ શરૂ થતા પહેલા બદલાવ પણ જોવા મળશે

સટ્ટોડીયાઓએ પાકિસ્તાનનો રેટ વધાર્યો

ભારત-પાકની આજે રમાવા જઈ રહેલી મેચમાં ટોસ ઉછળતા પહેલા, ટોસ ઉછળ્યા બાદ અને બેટીંગ, બોલિંગમાં ખેલાડીઓ પર ભારે સટ્ટાઓ લાગેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સટ્ટોડીયાઓએ ભારતનો રેટ ઓછો અને પાકિસ્તાનનો રેટ વધારે રાખ્યો છે. સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર દિલ્હી એનસીઆરમાં પણ 2-3 હજાર કરોડનો સટ્ટો રમાવા જઈ રહ્યો છે.

જો કે મેચ શરૂ થતા પહેલા બદલાવ પણ જોવા મળશે.

ભારતની જીત પર 1-6 અને પાકિસ્તાનની જીત પર 1-8નો રેટ શુક્રવારે લાગેલો હતો. જો કે શનિવારના રોજ આ રેટમાં બદલાવ આવ્યો હતો. ભારત પર 1-3 અને પાક પર 1-2 થઈ ગયો હતો.

સટ્ટા બજાર અનુસાર ટૉસ પર પણ સટ્ટો લાગેલો છે જેમાં ભારતના પક્ષમાં 1-2 અને પાકિસ્તાનના પક્ષમાં 1-5 છે. પહેલા બેટીંગ કરવા પર 300 રન બનાવવા માટે ભારતનો રેટ 1-4 અને પાકિસ્તાનનો 1-16નો છે.

આ સિવાય વરસાદ પર પણ સટ્ટો લગાવાઈ રહ્યો છે. વરસાદમાં મેચ રદ્દ થશે તેના પર પણ સટ્ટો લગાવાઈ રહ્યો છે.

વરસાદ શરૂ થતા પહેલા જો પાક બેટીંગ કરે છે તો 1-15 અને જો ભારત બેટીંગ કરે છે તો સટ્ટો લગાવવાળાને કંઈ નહીં મળે.

સટ્ટોડિયાઓ આ મેચમાં નુકશાન સહન કરવા નથી માગતા ઓસ્ટ્રેલિયાથી જીત્યા પછી ભારતની રેટીંગ હાઈ છે. જે પછી એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત પાક સામે વધારે રેટીંગથી જીતશે. જેવામાં સટોડીયાઓ ભારતની જીત પર રેટ ઓછામાં ઓછા રાખી રહ્યા છે જો કે પાક પર પણ હાઈ રેટ છે.

To Top
Translate »