Expert Comment

ન્યૂઝીલેન્ડમાં ઇતિહાસ રચવા ઉતરશે ભારત, રવિવારે ફાઇનલ મુકાબલો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે. બન્ને ટીમ 3 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી પર છે. ભારતીય ટીમ ત્રીજી મેચ જીતીને ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચી શકે છે.

ભારત પાકિસ્તાનની કરી લેશે બરાબરી

જો ભારત ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝ જીતવામાં સફળ રહે છે તો તે સૌથી વધુ વખત સતત 11 ટી-20 સિરીઝ જીતનારી પાકિસ્તાનની ટીમની બરાબરી કરી લેશે. ભારત અત્યાર સુધી 10 ટી-20 સિરીઝ જીતી ચુક્યુ છે.

10 ટી-20 સિરીઝથી હાર્યુ નથી ભારત

ભારત 10 ટી-20 સિરીઝથી હાર્યુ નથી. 8 સિરીઝમાં તેને જીત મેળવી છે જ્યારે 2 સિરીઝ ડ્રો થઇ છે. ભારતે શ્રીલંકા,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ,દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને ઇઁગ્લેન્ડ જેવી ટીમો સાથે રમેલી ગત 10 સિરીઝમાં હારનો સ્વાદ ચાખ્યો નથી. જો એવામાં તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાનારી આ સિરીઝમાં જીતી જાય છે તો ભારત આ રેકોર્ડની બરાબરી કરી લેશે.

બન્ને સંભવિત ટીમ આ રીતે છે

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, એમએસ ધોની, દિનેશ કાર્તિક, વિજય શંકર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રિષભ પંત, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ડગ બ્રેસવેલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, કોલિન મુનરો, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, ટિમ સેફર્ટ, ઇશ સોઢી, ટીમ સાઉથી

To Top