Latest News

ભારતીય ટીમની ખરાબ શરૂઆત, પૂજારાએ સંભાળી ભારતીય ટીમની ઇનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગમાં ભારતે 6 વિકેટ ગુમાવી 143 રન બનાવી લીધા છે. ભારત તરફથી લોકેશ રાહુલ 2, મુરલી વિજય, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા 37, રિષભ પંત રને આઉટ થયા હતા.

વિરાટ કોહલી પ્રથમ વખત એડિલેડમાં બે અંક સુધી ના પહોચી શક્યો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એડિલેડમાં પ્રથમ વખત બે અંક સુધી પહોચી શક્યો નહતો અને 3 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીનો ઉસ્માન ખ્વાજાએ શાનદાર કેચ પકડ્યો હતો. આ પહેલા વિરાટ કોહલીએ એડિલેડમાં ટેસ્ટમાં 116,22,115 અને 141 રન બનાવ્યા હતા જ્યારે વન ડેમાં 18,15, 107 રન બનાવ્યા હતા જ્યારે ટી-20માં 90* રનની ઇનિંગ પણ રમી હતી.

લોકેશ રાહુલ થયો ટ્રોલ

લોકેશ રાહુલ ફરી ફ્લોપ થતા ફેન્સે તેને નિશાન બનાવ્યો હતો. લોકેશ રાહુલ 2 રન બનાવી હેઝલવુડની ઓવરમાં ફિન્ચને કેચ આપી બેઠો હતો.

To Top
Translate »