Latest News

IND Vs AUS : પ્રથમ વન-ડેમાં ભારતનો 6 વિકેટે વિજય, ધોની-જાધવની શાનદાર બેટિંગ

નવી દિલ્હીઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેદાર જાધવ (અણનમ 81) અને મહેન્દ્રસિંહ ધોની (અણનમ 59)ની અડધી સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ વન-ડે મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે 5 માર્ચના રોજ નાગપુરમાં રમાશે.

વિરાટ કોહલી 44 રન બનાવી ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ધવન ખાતુ ખોલાયા વિના આઉટ થયો હતો. રોહિત શર્મા 37 અને રાયડુ 13 રને આઉટ થતા ભારતે 99 રને ચોથી વિકેટ ગુમાવી હતી. આ પછી ધોની અને જાધવે અણનમ 141 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત અપાવી હતી. જાધવે 87 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. ધોનીએ 72 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવ્યા હતા.

To Top