Latest News

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં 17 જાન્યુઆરીએ વન ડે, એક જ દિવસમાં ટિકિટો વહેચાઇ ગઇ

રાજકોટ: શહેરના ખંઢેરી સ્ટેડિયમ ખાતે 17 જાન્યુઆરીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાશે. આ મેચ જોવા માટે 1 જાન્યુઆરી ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. બુકિંગના પ્રથમ દિવસે 500 અને 800 રૂપિયાના ભાવે ટિકિટનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. આ પ્રથમ ઘટના હશે. જેમાં ગણતરીને કલોકોમાંજ હાઉસફુલ થયું ગયુ છે. જોકે, ઓછા ભાવમાં ટિકિટનું બુકિંગ ફૂલ થઈ જતા મધ્યમ વર્ગના લોકો ચિંતામાં મુકાયા છે.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે 17 જાન્યુઆરીએ ભારત અને ઓસ્ટ્રેસિયાના જોવા માટે ટિકિટ વિતરણના પ્રથમ દિવસે જ 500 અને 800 રૂપિયાના કિંમતમાં ગણતરીની કરલાકોમાં જ બુકિંગ ફૂલ થઈ જતા ક્રિકેટ મેચ જોવા માટે ઊંચા ભાવની ટિકિટ ખરીદવી પડશે. હાલમાં 1500,1800,2500,6000 અને 10,000 રૂપિયામાં ઓનલાઈન ટિકિટનું બુકિંગ થઈ રહ્યું છે.

નોધનિય છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી 17મી જાન્યુઆરીના રોજ આયોજીત વન-ડે મેચની ટિકિટ આઉટલેટ પરથી 9મી જાન્યુઆરીથી લોકો મેળવી શકશે. પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક એવી થઈ છે કે લોકો આઉટલેટ પરથી તો ઠીક ઓનલાઇન પણ બુકિંગ કરાવી શકશે નહીં.

To Top
Translate »